અંબાજીના સુવર્ણ શિખર માટે સવા કિલો સોનું દાન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:39:35
  • Views : 342
  • Modified Date : 2020-10-03 11:39:35

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના શિખરને સુવર્ણથી મઢવામાં આવી રહ્યું છે. દર વર્ષે હજારો માઇભકતો મા અંબાના દર્શને આવે છે અને માનતા તેમજ બાધા રાખતા હોય છે. ત્યારે મનોકામના
પૂર્ણ થતા દાનની સરવાણી પણ વહે છે. ત્યારે શુક્રવારના રોજ રાજકોટના એક માઇભક્તે રૂપિયા ૬૮.૨૦ લાખની કિંમતના સવા કિલો સોનાના બિસ્કીટનું દાન કર્યું હતું. જોકે આ માઇભક્તે પોતાનું નામ ગુપ્ત રાખ્યું હતું.

Download Our B K News Today App



Related News