કલોલમાં પલસાણાના કોંગી ઉમેદવાર સૌથી વધુ મત મેળવી જીત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 11:07:16
  • Views : 346
  • Modified Date : 2021-03-04 11:07:16

ગાંધીનગર જિલ્લા
પંચાયતમાં કોંગ્રેસનો કાંટો કાઢવામાં ભાજપ સફળ રહ્યું છે. પરંતુ કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો જાેવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ૧૫ અને ભાજપને ફાળે ૧૧ બેઠક આવી છે. જેમાં કલોલ તાલુકા પંચાયતની
પલસાણા બેઠકના કોંગી ઉમેદવાર સૌથી વધુ મત મેળવી વિજેતા બન્યા છે.
કોંગ્રેસનો ગઢ ગણાતા કલોલમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો દબદબો જાેવા મળ્યો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ૧૫ બેઠક સાથે સત્તામાં આવ્યું છે. જેમાં મહાબલી બળદેવજીનો ગઢ જળવાઇ રહ્યો છે. તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકમાં પણ ભાજપ ખાઇ ઉકાળી શક્યું નથી. પલસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શર્મિષ્ઠાબેન રવિન્દ્રભાઇ પટેલ ૩૪૫૯ મત મેળવી વિજેતા બન્યા છે.
વિજેતા ઉમેદવાર શર્મિષ્ઠાબેન પટેલ પશુપાલન અને ખેતી કરી રહ્યા છે. તેમની સાથે તેમના પતિ રવિન્દ્રભાઇ
પટેલ તેમને સહયોગ કરે છે. ગામના અને તેમના વિસ્તારની જનતાની પડખે અડધી રાત્રે ઉભા રહેવાની છાપના કારણે તે તાલુકામાં સૌથી વધુ મત મેળવવામાં સફળ રહ્યા છે. જીત બાદ કહ્યું હતું કે, તાલુકામાં કોંગ્રેસની સત્તા આવી છે. જેમાં ધારાસભ્ય અને બાહુબલી કહેવાતા બળદેવજી ઠાકોરની મહેનત રંગ લાવી છે.
તેમણે કહ્યું હતું કે,
પલસાણા બેઠક ઉપર જીત મારી નથી, મારા કાર્યકર્તાઓ અને મતદારોની છે. તેમણે જ મને મત આપીને તાલુકા પંચાયત સુધી પહોંચાડી છે. આગામી
પાંચ વર્ષમાં મારા વિસ્તારના નાનામા નાના પ્રશ્નોને દુર કરવા પ્રયાસ કરીશ. મને મત નહિ આપ્યા હોય તેવી કિન્નાખોરી ક્યારેય નહિ રાખુ. માત્ર મારા મતક્ષેત્રના નાગરિકોની સમસ્યાએ જ મારી સમસ્યા સમજીને કામગીરી કરીશ.

Download Our B K News Today App



Related News