મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ખોડલધામ ખાતે સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 10:45:58
  • Views : 264
  • Modified Date : 2021-01-28 10:45:58

ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે.જ્યાં ધર્મ ધજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે. ખોડલધામ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર
પર દરરોજ માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે.
કોરોના વોરીયર્સના સન્માનમાં, નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રના પ્રતિકોનું મહત્વ સમજે, સ્વતંત્રતાનું મુલ્ય જાણે અને તેનું જતન કરે, તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિનાં વરસાને ઉજાગર કરે તે માટે સમગ્ર વિશ્વના મંદિરોના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફુટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.  પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો ૧૫૫૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ
ફરકાવવામાં આવ્યો હતો. ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા ૨૬મી જાન્યુઆરી નિમિત્તે ખોડલધામ મંદિર પરિસરમાં ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મા ખોડલનો
પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં પણ સુશોભન કરવામાં આવ્યું હતું. ૨૬મી જાન્યુઆરીના દિવસે કોરોના વોરિયર્સના સન્માનમાં સવારે ૯ કલાકે ખોડલધામ મંદિર
પરિસરમાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
પ્રજાસત્તાક દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રાધે રાધે પરિવારના સભ્યો સાથે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ જાેડાયું હતું. અને સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News