સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-23 16:28:07
  • Views : 106
  • Modified Date : 2023-07-23 16:28:07

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર – 1 ડેમ ઓવરફલો થયો છે. સીઝનમાં સૌપ્રથમ વાર આ ડેમ ઓવરફલો થયો છે. ડેમના 29 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની આવક થતાં હાલ તો ડેમના તામમ દરવાજા ખોલવામાં આવ્યા છે.  પરંતુ આ સાથે જ રાજકોટ, જેતપુર, વીરપુર, સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર થયું છે.બીજી તરફ રાજકોટના ધોરાજીનો ભાદર-2 ડેમ ફરી ઓવરફલો થયો છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફલો થયા છે. પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. ભાદર – 1 ડેમનું પાણી છોડાતા ભાદર નદી ગાંડી તૂર બની છે. જેતપુર,ગોંડલ,જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે.

Download Our B K News Today App



Related News