સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ 4 વર્ષ પછી ઓવરફ્લો, 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 13:08:21
  • Views : 441
  • Modified Date : 2019-09-23 13:08:21

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતો ભાદર ડેમ આજે 4 વર્ષ પછી ઓવરફ્લો થયો છે. જેને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ 17 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ભાદર ડેમ રાજકોટ, જેતપુર સહિતનાં 18 લાખ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. આ સાથે જ અંદાજીત 20 હજાર હેક્ટર જમીનને પિયત માટે પાણી આપવામાં આવે છે.ભાદર અત્યાર સુધીમાં 21 વખત ઓવરફ્લો થયો. ભાદર અત્યાર સુધીમાં 20 વખત ઓવરફ્લો થયો છે અને આ વર્ષે 21મી વખત ઓવરફ્લો થયો છે. છેલ્લા વીસ વર્ષ દરમિયાન 2002, 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2014 અને 2015માં છલકાયો હતો. ભાદરમાંથી રાજકોટ શહેરને 45 એમએલડી પાણી આપવામાં આવે છે, જ્યારે જેતપુર, કોટડાસાંગાણી, શાપર સહિતની નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તાર ભાદર પર જ નભે છે.27500 હેક્ટર જમીનને ફાયદો થશે: નાયબ કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઈજનેર જે.જે. પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે પોણા આઠ વાગ્યે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. આથી ડેમના 15 અને 16 નંબરનો દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ 481 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહેશે. 27500 હેક્ટર જમીનને ફાયદો થશે. જેતપુરના 17 ગામડાના સરપંચને જાણ કરી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News