અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ લીધેલો આકરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 06:34:17
  • Views : 537
  • Modified Date : 2019-04-26 06:34:17

અમેરિકાએ ભારત સહિતના આઠ દેશોને ઈરાન પરના પ્રતિબંધોમાં રાહત આપવા ઇનકાર કરી દીધા પછી સાઉદી અરબે પણ એક મોટો આંચકો આંપ્યો છે. સાઉદી અરબે આવી સ્થિતિમાં પણ ક્રૂડ ઉત્પાદન વધારવા ઇનકાર કરી દીધો છે. સાઉદી અરબની આ જાહેરાતને પગલે વિશ્વભરમાં ક્રૂડની કિંમતો વધી શકે છે અને તેને પગલે ભારતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધી શકે છે.બુધવારે સાઉદી અરબના ઊર્જાપ્રધાન ખાલિદ અલ -ફલિહે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદ કરી રહેલા દેશોને આપેલી છૂટછાટ પાછી ખેંચી લીધા પછી પણ તત્કાલ તેલ ઉત્પાદન વધારવાની સાઉદી અરબની કોઈ યોજના નથી. ફલિહે કહ્યું કે,’વેનેઝુએલા સંકટ અને ઈરાન સામેના અમેરિકાના કડક વલણ છતાં વૈશ્વિક ક્રૂડ ભંડારમાં વધારો થઈ રહ્યો છે (ગ્લોબલ ઇન્વેન્ટ્રીઝ વધી રહી છે) તેથી તાકીદે કોઈ નવા પગલાં લેવાની જરૂર નથી.’ભારત પોતાની તેલ જરૂરિયાત પૈકી 11 ટકા ઈરાન પાસેથી આયાત કરે છે. પરંતુ અમેરિકાએ 1લી મેથી ઈરાન પર અમલી પ્રતિબંધમાં ભારત સહિતના કોઈ દેશને છૂટછાટ આપવા ઇનકાર કરી દેતાં 2 મેથી ઈરાનમાંથી તેલ આયાત બંધ થઈ જશે. તેનો કોઈ વિકલ્પ નહીં મળે તો દેશની આર્થિક તુંદુરસ્તી કથળી શકે છે. સ્થિતિઓને સામાન્યવત રાખવા ભારતે તેલની આયાત માટે સાઉદી અરબ,સંયુક્ત આરબ અમીરાત જેવા ઓપેક દેશો પાસેથી તેલ આયાત વધારવી પડશે. જોકે પ્રતિબંધોમાં છૂટછાટ ના હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની ચાબહાર બંદરગાહ યોજના પ્રભાવિત નહીં થાય અને ભારત – અમેરિકા મળીને તે બંદર વિકસાવી શકશે.

Download Our B K News Today App



Related News