ડીસાના જલારામ મંદિર ખાતે જલારામ સત્સંગ મંડળ દ્વારા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 13:22:40
  • Views : 286
  • Modified Date : 2022-08-06 13:22:40


જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભજનની ભક્તિમાં રંગાયા હતા....

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે જે અંતર્ગત દર વર્ષે હિન્દુ ધર્મના અનેક મંદિરોમાં ભજન સત્સંગનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ડીસાના જલારામ મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના જલારામ મંદિર ખાતે યોજાયેલા આ ભજન સત્સંગ કાર્યક્રમમાં ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સૌપ્રથમ જલારામ મંદિર ખાતે ભક્તો દ્વારા પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ માટે કળશ રાખી આ પોથીયાત્રામાં જોડાઈ હતી જે બાદ મંદિરમાં બિરાજમાન જલારામ બાપાની મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ અને જલારામ બાપાની ભક્તિમાં રંગાયા હતા દર વર્ષે જલારામ મંદિર ખાતે યોજાતા ભજન સત્સંગ આ વર્ષે પણ યોજાયા હતા જેમાં જલારામ મંદિર ખાતે યોજાયેલા ભજન સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી લોકો જોડાયા હતા અને મોડી રાત સુધી ભજનનું રસપાન કર્યું હતું ડીસા જલારામ  ભજન મંડળ દ્વારા મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી


Download Our B K News Today App



Related News