ગાંધીનગરને કચરામુક્ત શહેરમાં થ્રી સ્ટાર રેન્કિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-20 14:22:07
  • Views : 447
  • Modified Date : 2020-05-20 14:22:07

ગાંધીનગરને કચરામુક્ત શહેરમાં થ્રી સ્ટાર રેન્કિંગ 

કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન ૨૦૨૦ અંતર્ગત ગાર્બેજ ફ્રી સીટી રેન્કિંગમાં રાજયના પાટનગર ગાંધીનગરને થ્રી સ્ટાર રેન્કિંગ મળ્યું છે. રાજકોટ અને સુરત શહેરને મળેલા ફાઇવ સ્ટાર રેન્કિંગ સામે ગાંધીનગર અને અમદાવાદને પણ થ્રી સ્ટાર રેન્કિંગથી સંતોષ માનવો પડ્‌યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન ૨૦૨૦ અંતર્ગત ગાર્બેજ ફ્રી સીટી રેન્કિંગમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા શહેરોનાં રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ગાંધીનગર મહાનગરપાલિકાને થ્રી સ્ટાર રેન્કિંગ પ્રાપ્ત થયેલ છે. આથી થ્રી સ્ટાર મળવા બદલ ગાંધીનગર મહાનગર

પાલિકાના સમગ્ર વહીવટી તંત્ર, પદાધિકારીઓ, અધિકારીઓ, કાઉન્સિલરો તેમજ તમામ સફાઈ કર્મીઓને ગાંધીનગરના મેયર રીટાબેન કેતનભાઈ પટેલ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમણે આ સ્વચ્છતા અભિયાનમાં ગાંધીનગરની સમગ્ર જનતાએ જે સહકાર આપ્યો છે તે બદલ સમગ્ર નગરજનોનો હૃદયથી આભાર માનતા જણાવ્યું છે કે, આજે સંકલ્પ કરીએ કે આવનારા વર્ષોમાં આપણું ગાંધીનગર ફાઇવ સ્ટાર રેન્કિંગ પ્રાપ્ત કરે અને તે માટે શુભકામનાઓ પાઠવું છું.


Download Our B K News Today App



Related News