હોમગાર્ડ સ્થાપના દિન નિમિતે વિવિદ્ય કાર્યક્રમ યોજયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 16:56:55
  • Views : 484
  • Modified Date : 2019-12-03 16:56:55

હોમગાર્ડ સ્થાપના દિન નિમિતે વિવિદ્ય કાર્યક્રમ યોજયો હોમગાર્ડ સ્થાપના દિન નિમિતે પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા ચાર દિવસ સુધી વિવિધ કાર્યસક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં જોરાવર પેલેસ સંકુલ તેમજ હોમગાર્ડ કચેરી ફરતે સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. 6 ડીસેમ્બરના રોજ હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી.ત્યારબાદ હોમગાર્ડ જવાનો પોલીસના ખભેખભો મિલાવી કાયદો અને વ્યવસ્થાનિ કામગીરીમાં ફરજ બજાવી લોકોને ઉપયોગી બની રહી છે.ત્યારે તેના સ્થાપના દિન નિમીતે જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ પંડ્યા, જિલ્લા હોમગાર્ડ સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસના માર્ગદર્શન હેઠળ પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા તા.3 ડીસેમ્બરથી 6 ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં પ્રથમ દિવસે જોરાવર પેલેસ તેમજ હોમગાર્ડ કચેરીના ફરતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં પાલનપુર યુનિટના ઓફીસર કમાન્ડર પ્રસાંતભાઇ ગૌસ્વામી,પ્લાટુન કમાન્ડર મુસ્તાકભાઇ ચૌહાણ,વાહીદભાઇ ચૌહાણ સહીતના હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News