કહીં ખુશી, કહીં ગમ પાલિકા ચૂંટણી ઃ ભાજપ, કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 10:52:48
  • Views : 545
  • Modified Date : 2021-02-14 10:52:48

બનાસકાંઠા જિલ્લાની ડીસા અને પાલનપુર, ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે
શનિવારે ઉમેદવારી પત્ર
ભરવાનો  છેલ્લો દિવસ હતો. જેના કારણે ઉમેદવારીપત્રો ભરવા માટે કચેરીમાં ભારે ઘસારો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસો પક્ષની  છેલ્લી ઘડીએ સત્તાવાર યાદી જાહેર થઈ હતી. ત્યારે કેેટલાક કપાયા અને કેટલાક સચવાયા હોવાથી કહીં ખુશી-કહીં ગમનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસમાં ટિકિટ  ના અપાતા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું છે.
આ વખતની ચૂંટણીમાં પહેલી વખત એવું બન્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા કાર્યકરોની નારાજગી ના વહોરવી વડે તે માટે છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી હતી. જેમાં સૌથી વધુ કપરી સ્થિતિ
ભાજપની હતી. કેમકે પ્રદેશ પ્રમુખ જાહેર કરેલી નવી નિતીના કારણે મોટા માથાઓને ટિકિટ કપાવાનો અણસાર આવી ગયો હતો. જેથી તેમને પોતાના પુત્રોના નામે ટિકિટ કમિટિ કરાવી લીધી હતી. તો પક્ષે કેટલાક પૂર્વ પ્રમુખ,  ઉપપ્રમુખને પણ ટિકિટ ફાળવીને સાચવી લીધા છે. ત્યારે  યુવા ચહેરાઓને જાેઈએ તેટલું મહત્વ મળ્યું નહીં હોવાનો પણ ગણગણાટ ભાજપ-કોંગ્રેસ ેબન્ને પક્ષોમાં થઈ રહ્યો છે.  જેને લઈને આગામી દિવસોમાં આ કાર્યકરો કેટલા સક્રિય  રહે  તે પણ જાેવું રહ્યું. જાે કે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોનો ભારે ઘસારો રહેતા મેળો જેવો માહોલ સર્જાયો હતો.

પાલનપુર પાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખ  અને એક પૂર્વ ઉપપ્રમુખને ભાજપાએ રિપિટ કર્યા
જેનો લાંબા સમયથી ઈતજાર હતો તેવી પાલનપુર પાલિકાના ભાજપના ૧૧ વોર્ડના ઉમેદારોની યાદી મોડે મોડે શનિવારે જાહેર કરવામાં આવી હતી. સી.આર.પાટીલે જાહેર કરેલા નિયમોને લઈને ઘણાની ટિકિટ કપાઈ છે. કોઈ સદસ્યના પત્નીને ટિકિટ અપાઈ છે તો કોઈના પુત્રને ટિકિટ આપીને સાચવી લેવાયા છે. પરંતુ ભાજપ પક્ષ દ્વારા અગાઉ પ્રમુખ રહી ચૂકેલા હસમુખભાઈ પઢિયાર, નિલમબેન જાની અને જેમનો વિરોધ થયો હતો તેવા હર્ષાબેન મહેશ્વરીને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે ગત ટર્મમાં ઉપપ્રમુખ પદે રહેલા હેતલબેન ગિરીશભાઈ રાવલને પણ રિપીટ કરવામાં આવ્યા છે.

ડીસામાં કોંગ્રેસ પુરતા ઉમેદવાર પણ ના શોધી શકી
ડીસા પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે ઉમેદવારોને શોધવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ ‘હાથ’ ને માત્ર ૨૫ ઉમેદવાર જ મળી શકયા છે. પક્ષ પુરતા ઉમેદવારો પણ શોધી શકયો નથી. તેમાં વોર્ડ નં. ૯ માં કોંગ્રેસ પક્ષને એકપણ ઉમેદવાર મળ્યો નથી. તો વોર્ડ નં. ૫, ૮ અને વોર્ડ નં. ૧૧ માં માત્ર એક જ ઉમેદવાર માંડ-માંડ મળ્યાં છે. આમ કોંગ્રેસ પક્ષની પાલિકાની ચૂંટણી માટે કફોડી સ્થિતિ બની હોય તેવું લાગે છે.

ગત બોર્ડની પેનલના બે મહિલા સદસ્યો રિપીટ
પાલનપુરના વોર્ડ નંબર ૧૦ ની પેનલમાં અગાઉ ચૂંટાયેલા જાગૃતિબેન વિજયભાઈ મહેતા અને જાગૃતિબેન વિજયકુમારને ભાજપે રિપીટ કરીને ફરીથી ટિકિટ આપી છે.

પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રોને ભાજપની ટિકિટ
પાલનપુર નગરપાલિકા દ્વારા પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જાેશીના પુત્ર કૌશલ જાેશીને પણ ભાજપાએ ટિકિટ આપી છે.  અમૃતભાઈ જાેશીએ ભાજપની પાલિકાના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટ્રાચારના અનેક કિસ્સા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જ્યારે ગત ટર્મમાં પ્રમુખ પદે રહેલા અશોકભાઈ  ઠાકોરના પુત્ર પાર્થ ઠાકોરને ટિકિટ આપીને સાચવી લેવાયા છે.

ટીપી અને સેનીટેશનના ચેરમેનની ટિકિટ કપાઈ
પાલનપુર નગરપાલિકામાં સેનીટેશન કમિટિના ચેરમેન ગિરીશ કાંતિભાઈ પરમારની ટિકિટ પણ કપાઈ છેે. સફાઈના મુદ્દે શહેરમાં ચર્ચામાં રહેલા ગિરીશભાઈને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા નથી. એજ રીતે વિકાસ નકશાને લઈને શહેરમાં સતત વિવાદમાં રહેલા ટીપી કમિટીના ચેરમેન કુસુમબેન રાવલની ટિકિટ પણ કપાઈ છે. અને તેમને પણ રિપીટ કરાયા નથી.

શાંતિભાઈનો વિરોધ થતાં પુત્રને ભાજપની ટિકિટ
વોર્ડ નં.૧ માં છેલ્લા કેટલાંક  દિવસથી પાલિકાના પાણી પુરવઠા વિભાગના પૂર્વ ચેરમેન શાંતિલાલ પઢિયાર સામે પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે આ વિસ્તારમાં વિરોધના વંટોળ વચ્ચે શાંતિભાઈ પઢિયારના પુત્ર આશિષ પઢિયારને ભાજપે ટિકિટ આપી છે.


ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૧૧ નગરસેવકોના પત્તા કપાયા
સવારથી જ ડીસા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોના ટોળા ઉમટ્યાં
બી.કે.ન્યૂઝ, ડીસા
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારથી જ ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યાં હતાં. ગત ટર્મમાં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ડીસાના ૧૧ નગરસેવકોના પતા કપાઈ જતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જાેવા મળ્યો હતો.
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ થી ૬ ની ચૂંટણી પ્રક્રિયા પ્રાંત કચેરી ખાતે અને વોર્ડ નંબર ૭ થી ૧૧ ની ચૂંટણી પ્રક્રિયા ડીસા મામલતદાર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો ટેકેદારો સાથે મામલતદાર કચેરી અને નાયબ કલેકટર કચેરી ઉમટી પડયા હતાં. ભાજપમાં ટીકીટ મળવાની આશાએ ચૂંટણી લડવાની તૈયારી કરતાં સાત નગરસેવકોની ટિકિટ કપાઇ હતી. ટિકિટ વહેચણી ના મુદ્દે સંગઠનમાં પણ કયાક આડકતરી રીતે નારાજગી જાેવા મળતી હતી. ભાજપના મોટાભાગના ઉમેદવાર નવ યુવાન અને નવા ચહેરા હતાં.
ડીસા પાલિકા ચૂંટણીમાં ૧૧ને પડતાં મુકાયા
૧.     પ્રવિણભાઈ ગોરધનજી માળી
૨.     મંજુલાબેન કિરણભાઇ રાવળ
૩.     પલ્લવીબેન કનુભાઇ જાેષી
૪.     જીતેન્દ્રકુમાર જેસીગભાઇ રાણા
૫.     કંચનબા સુરેશસિંહ હડિયોલ
૬.     રમીલાબેન દિનેશભાઇ પ્રજાપતિ
૭.     રમેશકુમાર અમરાજી માજીરાણા
૮.     અમરતભાઈ દવે
૯.     જબુબેન દિનેશભાઇ રાઠોડ
૧૦.     નિલેષકુમાર હિંમતલાલ ઠક્કર
૧૧.     કાંતીલાલ સોની

 શહેર ભાજપ મહામંત્રીનું પદ ગુમાવ્યું
ડીસા શહેર ભાજપ મહામંત્રી ચેતનભાઇ ત્રિવેદીએ વોર્ડ નંબર ૪ માંથી
નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેથી જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ દ્વારા ચેતનભાઇ ત્રિવેદીને ડીસા શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીમાંથી  મુક્ત કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News