સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 17:22:46
  • Views : 381
  • Modified Date : 2019-07-19 17:22:46

 સસ્તા અનાજના વેપારી (merchant) નો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાબુલાલ નામનો વેપારી ખુલ્લેઆમ કમિશન લેવાનું કહી રહ્યો છે. અનાજનો વેપારી ગ્રાહકને કમિશનની વ્યાખ્યા સમજાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, 'કમિશન ના મારીએ તો મારી રોજી રોટી ના ચાલે. વેપારી કહી રહ્યો છે કે, હું તમને સાચવું છું તમે મને સાચવો. સાથે જ કહે છે કે, ગુજરાતમાં તમામ વેપારીઓમાં આવું સેટિંગ ચાલે છે.જો કે અહીંયા સવાલ એવાં ઉઠી રહ્યાં છે કે, ગરીબોના અનાજમાં આ રીતે કટકી કેમ કરાય છે? શું આવા અનાજના વેપારીઓનું લાઇસન્સ રદ ન થવું જોઇએ? તંત્ર આવા અનાજના વેપારીઓ સામે ક્યારે કાર્યવાહી કરશે ? ગરીબોનું અનાજ અન્યને વેચી મારવાનું આ કૌભાંડ ક્યાં સુધી ચાલશે ? ત્યારે આવા કટકીબાજોના કારણે ગરીબોના હકનું અનાજ પણ તેમને નસીબ નથી થતું.મહત્વનું છે કે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને આપવામાં આવતા ચોખા ને દાળનો જથ્થો ઓછો આપવામાં આવી રહ્યાંનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયોમાં દુકાનદાર પોતે જ વીડિયોમાં સમગ્ર કૌભાંડ સ્વિકારતો દેખાય છે અને ખુલ્લેઆમ કહેતો જોવા મળી રહ્યો છે કે, 'અમારે પણ સેટિંગ હોય અને દુકાન ચલાવવાની હોવાથી પુરતો જથ્થો ન આપી શકાય. અમારી આ રોજીરોટી છે અને તમને કહી દઉં કે આખા ગુજરાતનાં વેપારી ચોર છે.કેમ 4 કિલો ચોખા માટે મારા જેવા ગરીબને હેરાન કરો છો. હું તો જનરલ વાત કરું છું. આખા ગુજરાતમાં આવું સેટિંગ છે. આને સેટિંગ કહેવાય. દરેક રીતે આપણે કસ્ટમ બંદ કરી શકવાના નથી. અમને ઉપરથી પગાર નથી આપતા. હું તમને આ રોજી પર બેઠો છું. એક રૂપિયો પગારનો નહીં પણ આમાંથી જ કસ મારવાનો છે.'

Download Our B K News Today App



Related News