કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ દ્વારા ફ્રેશર, કમ, સાંસ્કૃતિક દિવસની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 13:07:57
  • Views : 464
  • Modified Date : 2019-11-27 13:07:57

કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે ૨૨મી નવેમ્બર ૨૦૧૯ના રોજ, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં નવિન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આવકારવા ફ્રેશર, કમ, કલ્ચરલ દિવસની ઉજવણી કરવામાં આવેલ. સદર કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કુલપતિ, ડો. આર.કે. પટેલ દ્વારા યુનિવર્સિટીના અધિકારીઓની ઉપÂસ્થતિમાં કરવામાં આવ્યું હતું. કુલપતિએ પ્રસંગોચિત્ત ઉદ્‌બોધન આપેલ. અત્રેની મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, ડો. જી.કે. સકસેનાએ નવીન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, નાટક, ફેશન-શો જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન આચાર્યની રાહબરી હેઠળ  મહાવિદ્યાલયના એસ.આર.સી. ચેરમેન, પી.ડી. ચાવડા અને જનરલ સેક્રેટરી રહેમનઅલી શાવદી અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 



Download Our B K News Today App



Related News