જુનાડીસા સરયુનગર પાસેથી યુવકની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 11:21:46
  • Views : 393
  • Modified Date : 2021-04-08 11:22:39

જૂનાડીસા પાસેથી એક યુવકની લાસ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર  સદરપુર પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ નાગરભાઈ પરમાર ઉંમર વર્ષ આશરે ૬૫  ત્રણ દિવસ અગાઉ ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હતા. તેમના ગુમ થયાની જાણ વિઠ્ઠલભાઇના
પરિવારજનોએ ડીસા રૂરલ
પોલીસ મથકે કરી હતી. જેની તપાસ ડીસા રૂરલ પોલીસે કરતી હતી.  ત્યારે સવારે આ વિઠ્ઠલભાઇની લાસ જુનાડીસા સરયુ નગર પાસેથી મળતા ડીસા રૂરલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  
વિઠ્ઠલભાઈનું મોત કયા કારણોસર થયું, અને  આત્મહત્યા કે અકસ્માત અથવા કોઈએ મોતને ઘાટ ઉતાર્યા છે તેની તપાસ ડીસા રૂરલ પોલીસ કરી રહી છે.  હાલ તેમની લાશને સિવિલ હોસ્પિટલમાં
પીએમ અર્થે ખસેડી હતી.

Download Our B K News Today App



Related News