થરાદ ખાતે સાર્વજનીક સ્મશાન ગૃહને પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ મહારાજના કરકમળ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:32:55
  • Views : 498
  • Modified Date : 2019-04-15 06:32:55

થરાદ ખાતે નર્મદા નદીના કાંઠે જાહેર જગ્યા ઉપર સાર્વજનીક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુંં કામ છેલ્લા ૨ વર્ષથી ૨ કરોડના ખર્ચ બનતુ હતુ અને જે કામ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની પ્રેરણાથી બનતુ હતું. તેમજ ૨૦૧૪માં એક માસ સુધી સ્વામીજીની કથાનું આયોજન થયેલું જેમાં આજુબાજુના લોકોએ લાભ લીધો. તેમાં સાર્વજનીક સ્મશાન બનાવવાનો નિર્ણય લીધો. સ્વામીજીની પ્રેરણાથી ટ્રસ્ટની રચના કરવામાં આવી. જેમાં સ્વામી સરચીદાનંદ મહારાજે પોતે સોળ લાખ એકવીસ હજારનું દાન ટ્રસ્ટને અર્પણ કરેલું જેમાં ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત સમાજના અગ્રણી ડી.ડી.રાજપૂતે સાત લાખ એકા વાન હજાર આપેલ. ત્યારબાદ વણાભાઈ રાજપૂતે ૧૦ લાખ, સવાઈભાઈ રાજપૂત (લાટીવાળાએ પાંચ લાખ અને નગરપાલિકાએ એશી લાખ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૩ લાખ એમ કુલ મળીને ૨ કરોડથી વધુ ખર્ચથી બનાવામાં આવ્યું છે. આજે લોકોપર્ણમાં ડી.ડી.રાજપૂત, પથુભાઈ રાજપૂત, લશિભાઈ પટેલ, સવાઈભાઈ રાજપૂત, માવજીભાઈ પટેલ, હેમાભાઈ રાજપૂત, લવજીભાઈ વાણીયા અજયભાઈ ઓઝા, તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ અને સેવાભાવી લોકો હાજર રહ્યાં હતા. 


Download Our B K News Today App



Related News