દિયોદરમાં રેલવે ઓવરબ્રિજનું મંથરગતિએ ચાલતું કામ, સર્વિસ રોડમાં ઠેરઠેર ભંગાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:51:13
  • Views : 355
  • Modified Date : 2020-07-28 11:51:13

દિયોદર ખાતે ભાભર હાઇવે ઉપર રેલવેની ડબલ લાઇનનું કામ ચાલી રહ્યું છે. તેના અગાઉથી ફાટક બંધ રહેતા લોકો પરેશાન છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રેલવે ઓવરબ્રિજનું કામ મંજુર થયાને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. ત્યારે ગોકળ ગતિએ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. અને સર્વિસ રોડના કોઈ ઠેકાણા નથી. યોગ્ય રીતે ડાયવર્ઝન પણ અપાયા નથી. ખાડા-ટેકરાવાળા સર્વિસ રોડ અને ડાયવર્ઝનના યોગ્ય અભાવના કારણે દરોજ કેટલાય વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. ત્યારે
પી.ડબલ્યુ. ડી. વિભાગ સત્વરે સર્વિસરોડ કોન્ટ્રાક્ટર પાસે તૈયાર કરાવે. અને યોગ્ય ડાયવર્ઝન અપાય તે જરૂરી છે. રેલવે ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યુ છે. તે પણ તાત્કાલિક બને તે માટે કાર્યવાહી હાથ ધરાય તેવો જનમત પ્રવર્તે છે.

Download Our B K News Today App



Related News