ભીલડી શહેરની બન્ને બાજુ સર્વિસ રોડનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 11:38:02
  • Views : 390
  • Modified Date : 2021-04-04 11:38:02

ભીલડી શહેરની બન્ને બાજુ બે કિલોમીટર સુધી ઇન્દિરાનગર તેમજ રતનપુરા સુધી હોટલ
પેટ્રોલ પમ્પ સહીત શાળાઓ આવેલી હોવાથી વાહન ચાલકોની ભારે ભીડ હોય છે
પરંતુ સર્વિસ રોડ ન હોવાથી હાઇવે ઉપર વાહનો રોંગ સાઇડે ચાલતા હોય છે. ઉપરાંત રાહદારીઓને પણ હાઇવે પર ચાલવા મજબૂર બનવુ પડી રહ્યું છે. ત્યારે હાઇવે રોડ ઉપર અકસ્માતો બનાવો પણ વધી રહ્યા છે. સર્વિસ રોડ ના હોવાથી કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે જેને લઇ ભીલડીથી ઈન્દીરાનગર સુધી તેમજ ભીલડીથી રતનપુરા સુધી બે કિલોમીટર અંતર સુધી સર્વિસ રોડ બનાવવા માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News