થરા પાલિકામાં પહેલા વરસાદે સર્વિસ રોડનીં ગટરો ઉભરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 12:10:23
  • Views : 826
  • Modified Date : 2019-06-25 12:10:23

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા પાલિકામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ખેંચતાણમાં થરા નગરના જાહેર સર્વિસ રોડના ફૂટપાથ પર દબાણો અને ત્રણ ફૂટ ઊંડી બંને સાઇડનીં ગટરો પ્લાસ્ટિકના જબલા ગંદા એઠવાડ પાણીને કચરાથી ગટર પૂરેપૂરી ભરાઈ ગઈ જે બાબતે જાગૃત નાગરિકોએ ચીફ ઓફિસર ઉમેન્દ્ર ગઢવી અને ચુંટાયેલા કોર્પોરેટરોનું ધ્યાન દોર્યું હોવા છતા તેઓ ગટર સફાઇ અને ફૂટપાથના દબાણ હટાવવા જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે તેમ કહી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી
પાલનપુર ઓફિસે દબાણ કર્તા વાળાને ત્યાં સૂચના નેશનલ હાઈવેની જગ્યામાં દબાણ કરવું ગુનાહને પાત્ર છે. હુકમથી એવું બોર્ડ મારીને જાણે પોતે પોતાનું કર્તવ્ય પૂરું કર્યું હોય તેવા ડોળ કરી નગરને બાનમાં લીધું છે. ફૂટપાથ નીચેની ત્રણ ફૂટ ઊડીને એટલી પહોળી ગટરો ભરાઈ ગઈ હોવા છતાં છેલ્લાં ત્રણ વર્ષથી સફાઇ થઈ નથી. જેના કારણે હાલ આ ગટર બેકઅપ મારી દુર્ગધ મારતું ગંદુ પાણી  રોડ પર આવે છે. જે અંગેના અહેવાલ સમાચાર પત્રોમાં આવવા છતા તંત્ર નઘરોળ બનીને તમાશો જુવે છે. ત્યા ગત રવિવારની રાત્રે અચાનક તોફાની પવન ગાજવીજ સાથે વરસાદ અડધા ઇંચ જેવો  ખાબકતા જ આ ફૂટપાથ ગટરોના પાણી સર્વિસ રોડ પર ગંદકી સ્વરૂપે ફરી વળ્યા હતાં. થરા રૂની જૈન માર્ગ પાસે તો ગટરના ગંદા પાણી ઢીંચણ સમા ભરાઈ ગયા છે. છતા તંત્ર કોઈ પગલા લેતી નથી. વહેલી સવારે પાંચ વાગે કે રાત્રે ટ્યુશન ક્લાસીસમાં જતા બાળકો આ
પાણીનો ભોગ બની ઈજાગ્રસ્ત બનશે પછી જ તંત્ર જાગશે ? બાઇક કે ગાડી કઢાવી મુશ્કેલ બને તેવું ગટરનું પાણી ભરાયુ છે. રાહદારીઓ માટે તો નીકળવાનો માર્ગ જ બંધ થઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ છે. થરા પાલિકાના ચૂંટાયેલા પ્રમાણિક કોર્પોરેટરોને બાઇક રેલી કરતા રાષ્ટ્ર પ્રેમી કાર્ય કરે તો જનતાને તકલીફો ના પડે. પાલિકા તંત્રને કે નેશનલ હાઈવે ઓથોરિટીને જગાડીને ફૂટપાથ પર થતા દબાણોને તેની નીચેની ગટરો સાફ કરાવશે. લોકો કહે છે ચૂંટણી ટાણે સક્રિય બનતા આપણા લોકસેવકો અને તેમની પાછળની  ટીમ આવા સમયે ક્યા સૂઈ જાય છે. આ પાણીમાં ઊભા રહી પત્રકારો પાસે ફોટા પડાવી સેવાભાવનાનું કાર્ય કર્યુ  તેવા અહેવાલ પ્રસિધ કરાવે કે જેથી પ્રજાની તકલીફ ઘટે. કાંકરેજ તાલુકાના ચૂંટાયેલા નેતાઓ કોર્પોરેટરો રેલીઓ કાઢતા ઉત્સાહી કાર્યકરો થરા પાલિકાના સર્વિસ રોડની ગટરોના દબાણોને ગંદકી જાઈ કઈક સેવાકીય કાર્ય કરવા પેરાશે.  રોગચાળો ફેલાય તે પહેલા ગટર સફાઇ થાય તેવું લોકો ઇચ્છે છે.

Download Our B K News Today App



Related News