પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ રોગચાળા અંગે સર્વે કામગીરી હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 12:31:37
  • Views : 461
  • Modified Date : 2019-09-20 12:31:37

પાલનપુર શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુ રોગચાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાની સીધી દેખરેખ હેઠળ મેલેરીયા અધિકારી  ર્ડા. નરેશ ગર્ગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડી.પી. અનવાડીયાના માર્ગદર્શન તળે કુલ- ૬૦ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા ૭ મેલેરીયા સુપરવાઇઝર સાથે ૩૦ ટીમો બનાવી શહેરી વિસ્તારમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરાનાશક કામગીરી અંગે માધવી હોટલ, કેપલ હોટલ, હાઇવે વિસ્તારમાં ભંગારવાળા તથા બાંધકામ વિસ્તારમાં નોટીસ ફટકારવામાં આવી છે.
તમામ શહેરી વિસ્તારના પ્રજાજનોને તાલુકા હેલ્થ ઓફિસર ડી.પી.અનવાડીયાએ અપીલ કરી છે કે, આપણા ઘરમાં રાખવામાં આવેલ
પક્ષીકુંડ,  ટાકા, ફ્રીઝ, ટાયર વગેરે પાત્રોમાં પોરા જણાય તો તે પાત્રોને ખાલી કરી તેની સફાઇ કરીએ. જેનાથી ડેન્ગ્યુના કેશો ના થાય અને રોગચાળો અટકાવી શકાય તથા સુખાકારી જાળવી શકાય.

Download Our B K News Today App



Related News