ડીસામાં આગવી ઓળખ સમાન નવીન રોડ બનાવવા સર્વે હાથ ધરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 11:28:56
  • Views : 3839
  • Modified Date : 2021-03-21 11:28:56

ડીસામાં પ્રમુખ પદની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને ચૂંટણી સમયે આપેલા વચનો
પૂર્ણ કરવા નવનિયુક્ત પ્રમુખે શરૂઆત કરી છે. જેમાં ડીસાની આગવી ઓળખ સમાન નવીન રોડ બનાવવા માટે શનિવારે સર્વે હાથ ધરાયું હતું.
ભાજપે બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં  સતત ત્રીજા ટર્મમાં બહુમતી સાથે સત્તા મેળવ્યા બાદ અને ચૂંટણી સમયે આપેલા વચનો પૂર્ણ કરવા હવે નવનિયુક્ત પ્રમુખ રાજુ ઠકકરે શરૂઆત કરી દીધી છે. ડીસાની આગવી ઓળખ અને ગ્રીન રોડ બનાવવા માટે ડીસામાં પ્રવેશતા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધીનો રોડ બનાવવાનું આયોજન કરી દેવાયુ છે. જેમાં ગતરોજ નવનિયુક્ત પ્રમુખ રાજુ ઠકકરે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને સાથે રાખી રોડનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બન્ને સાઇડ નડતરરૂપ દબાણો દૂર કરવા સાથે ડિવાઈડર બન્ને રોડની વચ્ચે વૃક્ષોનું વાવેતર કરવંુ સાથે રોડના ફૂટપાથ અને દુકાન તેમજ ઘર આગળ પણ વૃક્ષોવાવવા દુકાનદાર મકાન માલિકને અપીલ કરાશે.  સાથે રોડની ડિઝાઇન અને ખર્ચનું અંદાજ લગાવ્યા બાદ રોડનું ખાત મુર્હુત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News