રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં ર્નિણય પાક નુકસાનીનો સર્વે ૧૫ દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 11:09:52
  • Views : 343
  • Modified Date : 2020-09-03 11:09:52

રાજ્યમાં ચાલુ વરસાદની સિઝનમાં ભારે વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૫ ટકાથી વધુ વરસાદ પડ્યો હોવાને કારણે ઉભા પાકને નુકસાન થયું છે. ત્યારે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આવનારા પંદર દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ જે અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર એસડીઆર એફના ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને આર્થિક મદદ કરશે.
પાક સર્વે બાબતે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર
પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. જ્યારે અનેક વિસ્તારોમાં સતત અને અવિરત વરસાદ
પડવાથી ખેતરોમાં પાણી પણ ભરાઇ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પણ ઉભા પાકોને નુકસાન થયું છે. આ બેઠકમાં રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવાની મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગને સૂચના આપવામાં આવી છે. વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સર્વે કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સર્વે આવનારા ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાન અંગેના સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે અગાઉ પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની રજૂઆત રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ સરકાર સમક્ષ કરી હોવાનું પણ નિવેદન રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આપ્યું છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૧૫ દિવસની અંદર રાજ્યમાં ભારે વરસાદથી થયેલા ખેડૂતોને નુકસાન અંગેનો સર્વે કૃષિવિભાગ અને મહેસૂલવિભાગે મેળવવાનો રહેશે. પંદર દિવસ સર્વે કર્યા બાદ અહેવાલ રાજ્ય સરકારને આપવાનો રહેશે. અહેવાલ સુપ્રત થયા બાદ રાજ્ય સરકાર એસડી આરએફના ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને ટૂંકાગાળામાં નુકસાનીની આર્થિક સહાય ચૂકવશે.

Download Our B K News Today App



Related News