બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 11:17:20
  • Views : 617
  • Modified Date : 2019-08-17 11:17:20

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સાંજે પુરા થતાં ૪૮ કલાક દરમિયાન પાલનપુર - અમીરગઢ અને દાંતામાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં દોઢથી અઢી ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં આ વખતે જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલા પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ,
દાંતીવાડાપંથકમાં મેઘ મહેર થવા પામી હતી. શુક્રવારે સાંજે પુરા થતાં ૪૮ કલાક દરમિયાન પાલનપુર - અમીરગઢ અને દાંતામાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં દોઢથી અઢી ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
પાલનપુરમાં આબુ હાઇવે ઉપર સાંઈબાબા મંદિર પાસે કેડ સમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા. જ્યાં હાઇવેનો એક માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. અને હાઇવે ઓથોરિટી દ્વારા પાણી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ  ઉપરાંત મફતપુરા, ગણેશપુરા આંબાવાડી તેમજ હાઇવે સ્થિત સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. જિલ્લામાં સર્વત્ર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો હતો.

Download Our B K News Today App



Related News