કેન્સરની સમયસર સારવારથી દર્દીને બચાવી શકાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 11:44:00
  • Views : 290
  • Modified Date : 2021-02-05 11:44:00

ચોથી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ. આ દિવસે ડીસામાં કેન્સરના રોગને લઈ લોકોમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતા દૂર કરવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વર્ષ દરમ્યાન વિશ્વમાં અસંખ્ય લોકો કેન્સરના રોગથી મોતને ભેંટતા હોય છે. કેન્સરની બીમારીનો ભય લોકોના મોતનું મુખ્ય કારણ બની રહ્યો છે. કારણ કે કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીઓ કેન્સરનું નામ સાંભળીને જ ડરી જતાં હોય છે અને તેના લીધે આવા દર્દીઓ સારવાર કરાવવાનું ટાળતા હોય છે. અને ત્યારબાદ કેન્સરનું પ્રમાણ ખતરનાક હદે વધી ગયા બાદ આવા દર્દીઓને બચાવી શકાતા નથી. ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીને વિશ્વમાં ૧૦૦ જેટલા દેશો દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે વર્ષ દરમ્યાન ૯૦૦ અલગ અલગ પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. ત્યારે  ગુરૂવારે ડીસા ખાતે લોકોમાં કેન્સરનો ભય દૂર થાય તે માટે કેન્સરનો ભોગ બની ચૂકેલા દર્દીઓએ જ લોકોને જાગૃત બનવા માટે સલાહ આપી છે. આ દર્દીઓનું માનીએ તો કેન્સરની બીમારીનો ભોગ બન્યા બાદ લોકો તેની સારવાર કરાવવાનું ટાળતા હોય છે અને તેના લીધે કેન્સરના લીધે મોટા ભાગના લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીઓએ કેન્સરથી ગભરાવવાની બિલકુલ જરૂર નથી. પરંતુ કેન્સરનો મુકાબલો કરવો જાેઇએે. અને સમયસર તબીબી સારવાર શરૂ કરાવી દેવામાં આવે તો કેન્સર જેવી ખતરનાક બીમારીને પણ માત આપી શકાય છે.
વર્તમાન સમયમાં લોકોની બદલાયેલી જીવન શૈલી અને ખોરાકની આદત કેન્સર માટે મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. આ ઉપરાંત તમાકુની બનાવટનો વપરાશ અને વ્યસનના લીધે ઉત્તર ગુજરાતમાં કેન્સરના કેશોમાં વધારો જાેવા મળે છે.

Download Our B K News Today App



Related News