ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારની ઘટના લાચારી ઃ ઘૂંટણસમા પાણી ભરાતા એમ્બ્યુલન્સ ના પહોંચી, સારવારના અભાવે આધેડનું મૃત્યુ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 12:01:35
  • Views : 368
  • Modified Date : 2020-08-26 12:01:35

છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેમાં ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા એક બિમાર વ્યક્તિને સારવાર આપવા એમ્બ્યુલન્સ ના પહોંચી અને આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. ત્યારબાદ મૃતકની સ્મશાનયાત્રા પણ પાણીમાં થઈને કાઢવી પડી  હતી. આ કેવી કરુણતા.?
એક અઠવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો
પરેશાન થઈ રહ્યા છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ઘૂંટણસમા પાણી ભરાયુ છે. જેથી અહીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા રાણાભાઈ ઠાકોર (ઉં.વ.૪૨) બિમાર થતા એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. પરંતુ પાણી ભરેલું હોવાના કારણે એમ્બ્યુલન્સ તેમના ઘર સુધી પહોંચી શકી ન હતી. પરિણામે સમયસર સારવાર ના મળી શકતા તેમનું મોત થયું હતું. ત્યારપછી પણ તેમના પરિવારજનોને સ્મશાનયાત્રા પણ ઘૂંટણસમા પાણીમાં થઈને કાઢવી પડી છે. આ પરિવાર લાચારીભરી સ્થિતિમાં મુકાઈ ગયો હતો કે પરીવારના બિમાર સભ્યને સમયસર સારવાર ના અપાવી શક્યા. આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે. તેનાથી આગામી સમયમાં અન્ય કોઈનું આ વરસાદના
પાણીના કારણે મોત ન નિપજે.

Download Our B K News Today App



Related News