પૂર્વ ધારાસભ્યએ દર્દીની સ્થિતિ જાેઇ કહ્યંુ, દાખલ કરો, સારવાર નહિ મળતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 11:42:12
  • Views : 426
  • Modified Date : 2021-04-25 11:42:12

ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સ્થિતિ અત્યંત વિકટ બની રહી છે. દર્દી મોત સામે જજુમતો હોવા છતા તેને તાત્કાલિક સારવાર આપવામાં આવતી નથી. ત્યારે શહેરની સિવિલમાં તાગ મેળવવા
પહોંચેલા પૂર્વ ધારાસભ્યએ દર્દીની વિકટ સ્થિતિ જાેતા તબીબોને પહેલા સારવાર કરવા રજૂઆત કરી હતી. પરિણામે તબીબ ધારાસભ્ય સાથે ઝગડવા લાગ્યા હતા. જ્યારે તેની થોડી જ મીનીટમાં દર્દીનુ મોત થયુ હતુ.
સિવિલમાં શનિવારના રોજ ૧૫ કરતા વધારે એમ્બ્યુલન્સની લાઇન લાગેલી હતી. જેમાં ત્રણ કરતા વધારે દર્દીની હાલત અત્યંત નાજૂક હતી. જેને લઇને ગાંધીનગર ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલને બાબતની માહિતી મળતા સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે આરએમઓ, આસીસ્ટન્ટ આરએમઓ અને સુપ્રિટેન્ડેન્ટને આ બાબતની માહિતીથી વાકેફ કર્યા હતા અને કહ્યુ હતુ કે, તમે દર્દીઓની સ્થિતિ જાેઇને પહેલા એડમીટ કરો. ત્યારબાદ તમામ અધિકારીઓ સહમત થયા હતા.
પરંતુ એડમીશન કરાવનાર તબીબ આ બાબતથી સહમત થયા ન હતા.
પોતાના ઉપરી અધિકારીના આદેશને ઘોળીને
પી ગયા હતા. જ્યારે જીવન મરણ વચ્ચે જાેલા ખાતો દર્દી મોતને ભેટ્યો હતો. જ્યારે બીજા એક કિસ્સામાં દહેગામના
ખાનપુરના વતની પિતા અને
પુત્ર સંક્રમિત થયા હતા. જેમાં દિકરાની સ્થિતિ વિકટ હતી અને પિતાની સ્થિતિ થોડી વધારે સારી હતી. ત્યારે પિતાની જગ્યાએ
પુત્રને પહેલા એડમીટ કરવા સૂચન કર્યુ હતુ, દિકરાના
પિતાએ પણ હા પાડી હતી.
પરંતુ ડફોળ તબીબના કારણે
પિતાની નજર સામે પુત્રએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો હતો. પરિણામે જાડી ચામડીના તબીબે પૂર્વ ધારાસભ્ય સામે પણ બોલાચાલી કરતાની ચાલુ કરી હતી. સુપ્રિટેન્ડેન્ટ માત્ર કચેરીમાં બેસીને તમાશો જાેઇ રહ્યા
છે.
જ્યારે સિવિલ કંપાઉન્ડમાં જ
ટપોટપ મોત થઇ રહ્યા છે. હાલમા પૂર્વ ધારાસભ્ય અશોક
પટેલ સિવિલમા ખડે પગે સેવા આપી રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય માત્ર ગ્રાન્ટ ફાળવી જાેવા પણ જતા નથી. ત્યારે અશોક પટેલની સેવાની સુવાસ સમગ્ર શહેર અને જિલ્લામાં ફેલાઇ રહી છે.

Download Our B K News Today App



Related News