પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવારના અભાવે દર્દીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 10:45:17
  • Views : 614
  • Modified Date : 2021-04-15 10:45:17

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કલાકથી ખાનગી ગાડી માં રજળી રહેલા કોરોના સંક્રમિત દર્દીનું આખરે મોત થયું હતું. બનાસ મેડીકલ કોલેજના તબીબોની ગંભીર બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં તેના
પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો.
બનાસકાંઠાની પાલનપુર હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચંડીસર ગામના એક વ્યક્તિને મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી આજે સવારે તેમની તપાસ કરાવતા કોરોના થયો હોવાનું જાણવા મળતા જ તેમના
પરિવારજનો તેમને પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા. પરંતુ આ હોસ્પિટલ અગાઉથી જ હાઉસફુલ હતી. જેથી હોસ્પિટલમાં હાજર રહેલા તબીબોએ તેમને દાખલ કરવા માટે ના પાડી હતી. પરંતુ દર્દીની હાલત ગંભીર હોવાના કારણે તેના
પરિવારજનોએ હાજર રહેલા તબીબોને તેમની પ્રાથમિક સારવાર કરવા માટે ખૂબ જ આજીજી કરી હતી તેમ છતાં પણ સતત એક કલાક સુધી રજૂઆત કર્યા બાદ પણ તબીબોએ કોરોનાગ્રસ્ત દર્દીની દરકાર લીધી ન હતી. જેના કારણે ખાનગી ગાડીમાં દર્દીને લઇને આવ્યા હતા. તે જ ગાડીમાં એક કલાક સુધી સારવાર ન મળતા આખરે દર્દીએ દમ તોડયો હતો. દર્દીનું મોત થતાજ મૃતક તેમના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો.  મૃતકના સગાએ જણાવ્યું હતું કે, કોઈએ સારવાર ન કરી એક કલાકથી દર્દીને લઇને આવ્યો છું કોઈ સારવાર ન કરી એટલે ગાડી માજ મોત થયું છે.

Download Our B K News Today App



Related News