રાજપૂત સમાજ ગાંધીનગરના પ્રમુખ પદે વિક્રમસિંહ ગોલની સર્વાનુમતે વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:41:16
  • Views : 328
  • Modified Date : 2020-11-03 11:41:16

ગાંધીનગરમાં શ્રી રાજપૂત સમાજ દ્વારા જિલ્લાના આગેવાન તેમજ વાવોલના પૂર્વ સરપંચ વિક્રમસિંહ ગોલની બે વર્ષ માટે નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેને સમગ્ર સમાજે સહર્ષ આવકારી અભિનંદન
પાઠવ્યા છે.
શ્રી રાજપૂત સમાજ, ગાંધીનગરની સામાન્ય સભા સમાજના આગેવાન કેશરીસિંહ  વાઘેલાના અધ્યક્ષ પદે મળી હતી. જેમાં છેલ્લાં બે વર્ષનો હિસાબ તેમજ વાર્ષિક અહેવાલ મહામંત્રી હિતેન્દ્રસિંહ રાઓલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદાય લેનાર પ્રમુખ લાલસિંહ વાઘેલાએ ભવન નિર્માણ તેમજ સંગઠન મજબૂત બનાવવાની વાત જણાવી હતી. જ્યારે નવા વરાયેલા પ્રમુખ વિક્રમસિંહ ગોલ તેમજ આગેવાનો પી.પી. બીહોલા અને મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતાં.

Download Our B K News Today App



Related News