ડીસાના ગવાડી વિસ્તારમાં સાર્વજનિક હોસ્પિટલ ખુલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 12:03:13
  • Views : 421
  • Modified Date : 2019-12-13 12:03:13

ડીસાના ગવાડી અખ્ખર ચોક નજીક આવેલ સુરાકા કોમ્પ્લેક્ષમાં ફાતિમા ખાતુન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અસગરી હોસ્પિટલનો હઝરત સૈયદ મોહમદઅલી બાવા તથા હઝરત હસનઅલી બાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.   શ્રમજીવી અને પછાત વિસ્તાર રાજપુર, ગવાડી, ભોપાનગર અને ગાયકવાડ સહિતની ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે  રાહત દરે માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીના દરે અનુભવી ડોક્ટર નૌમાંન મન્સુરી દ્વારા તપાસ કરી સારવાર કરવામાં આવશે. જેથી આજે મોંઘી બનેલી ખાનગી દવાખાનાઓની સારવાર વચ્ચે આ સાર્વજનિક હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ  પરવેઝભાઈ શેખ,
કોર્પોરેટર સાદિક કુરેશી, અયાઝભાઈ સોલંકી, ગુલામજીલાની શેખ, જમીલભાઈ મેમણ, ઇમરાનભાઈ શેખ, મુજીબ શેખ, જફરભાઈ શેખ સહિતના ટ્રસ્ટીઓએ હાજર રહી દરેક દર્દીઓને રાહતદરે સેવા મળી રહે તે માટે પ્રયત્નો કરતા સમાજના અગ્રણીઓએ તેમની સેવાને બિરદાવી શુભેચ્છા
પાઠવી હતી. ખાસ કરીને આ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ માટે ડીસાના નામાંકિત ડોક્ટરો પણ સેવા આપશે અને સિસ્ટર રજીયાબેન કાયમી સેવા
આપશે.  તેમજ  ડિલિવરી પણ નોર્મલ ચાર્જમાં કરી આપવામાં આવશે. ઘર આંગણે  સેવાભાવી ટ્રસ્ટ સંચાલિત રાહત દરની હોસ્પિટલ ખુલતા લોકોમાં ખુશાલી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News