પાલનપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 14:02:05
  • Views : 361
  • Modified Date : 2020-03-02 14:02:05

પાલનપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો પાલનપુરમાં આવેલી શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ  પાલનપુર સંચાલીત માતૃશ્રી રાજીબા વિદ્યાસંકુલમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ડા.ચંદ્રવદન મિસ્ત્રી અને  શશીકાંત મિસ્ત્રી હેલ્થ કેર સેન્ટર દ્વારા તા.૧-૩-૨૦૨૦ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત ડોક્ટરોમાં ડો. એસ.એસ.પ્રજાપતિ, ડો. નિરવભાઈ પુરોહિત, સુરેશભાઈ પ્રજાપતિ, ડો.ધર્મેશ પ્રજાપતિ, ડો.જીતેન્દ્ર મોદી, ડો. મહેશ પ્રજાપતિ, ડો. હિતેશભાઈ પટેલ, ડો. દક્ષેશભાઈ મોદી, ડો.કૌશલભાઇ પ્રજાપતિ, ડો. ભાવેશભાઇ પ્રજાપતિ, ડો.આકાશ પ્રજાપતિ, ડો.બાબુલાલ ગુજર, ડો. મુકેશભાઈ પ્રજાપતિ, ડો.પ્રવીણભાઈ પ્રજાપતિ, ડો.સંજય ગુજર, ડો.રાકેશભાઈ પ્રજાપતિ, જેવા નામાંકિત ડોક્ટરો તેમજ મેડીકલ એમ.આર.ઓ.એ લાભ મોટા પ્રમાણમાં આપ્યો હતો. આ કાર્યક્રમમાં ૬૬ ગોળ સમાજના પ્રમુખ ગણપતભાઇ મંત્રી શંકરભાઈ પ્રજાપતિ સંસ્થાના પ્રમુખ કો.ઓ.કે  સોસાયટીના ચેરમેન સોમભાઈ, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી હતી. જેમાં તમામ લોકોએ સર્વ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

 

Download Our B K News Today App



Related News