કોટડા ગામના સરપંચે આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-16 10:48:36
  • Views : 680
  • Modified Date : 2019-07-16 10:48:36

ધાનેરા તાલુકાના કોટડા ગામે ૧૨ જુલાઇના રોજ તાલુકા હેલ્થ ઓફિસર તપાસ અર્થે આવ્યા હતા. અને સરપંચને ખુરશી પર બેસાડવાની જગ્યાએ જમીન ઉપર બેસાડી અપમાનિત કરેલ તેવા સમાચારો ચેનલમાં ખોટા ચલાવવામાં આવતા સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને આ સમાચાર ખોટા ચલાવીને ગામમાં સુલેહ શાંતિનો ભંગ કરવાની કોશિશ કરનાર લોકો સામે પગલાં ભરવા
આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
ધાનેરા તાલુકાના કોટડા ગામે કોઇક ઈસમો દ્વારા સરકારી દવાનો જથ્થો ખાડામાં દાટી દેવામાં આવ્યો હોવાના સમાચાર ૧૨ જુલાઈના રોજ અખબારોમાં પ્રગટ થતાં ૨ જુલાઈના રોજ તાલુકા આરોગ્ય અધિકારી પોતાની ટીમ સાથે કોટડા ગામે આવ્યા હતા. ત્યારે ત્યારે ત્યાં ઉભેલા શંકરભાઈ પટેલે તેમની ટીમને ચા પીવા માટે પોતાના ખેતરમાં બોલાવે છે અને તે સમયે ગામના સરપંચ  જે આદિવાસી સમાજના છે તે પણ આવેલા અને ગામમાં પોતાની મર્યાદા જાળવીને ખુરશીના બદલે નીચે જમીન ઉપર બેસી ગયેલા  તે બાબતના સમાચારો કેટલા પેપર તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયામાં આવતા ધાનેરા તાલુકામાં આ બાબતે અનેક અટકળો ઊભી થવા પામી હતી. જેથી કોટડા ગામના સરપંચ આદિવાસી માસરૂભાઈ છગનભાઈએ સોમવારે પોતાના લેટરપેડ ઉપર  પ્રાંત અધિકારી તેમજ પોલીસ ઇસ્પેક્ટરને લેખિતમાં જણાવ્યું કે હું કામથી બહાર જઈ રહ્યો હતો. ત્યારે ગણેશભાઈ પટેલના ઘરે કેટલાંક લોકો બેઠેલા જોતા અમે ત્યાં ગયેલા. ત્યારે ત્યાં તાલુકા આરોગ્ય અધિકારી તથા તેમની ટીમ પણ હતી.  અને અધિકારીએ અમોને ખુરશી પર બેસવા માટે કહ્યું પરંતુ અમોએ અમારી ગામની મર્યાદામાં  સ્વેચ્છાએ નીચે બેસેલ. પરંતુ કેટલાંક મીડિયાના લોકોએ આ બાબતને ઊલટું બતાવી અમારા ગામમાં સુલેહ શાંતિનો ભંગ થાય અને અંદરોઅંદર ઝઘડા થાય તેવા સમાચારો રજૂ કરતા તેમજ અમને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરેલ છે. તો આવા લોકો સામે પગલાં ભરવા માટે રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News