આક્ષેપો પર સરપંચનો જવાબ...!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 10:52:22
  • Views : 250
  • Modified Date : 2022-05-25 10:52:22

 

          ડીસા તાલુકામાં આવેલા પેછડાલ ગામના સરપંચ પર ગામના આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યોના પરિવાજનોએ સરકારી જગ્યા પર દબાણ આચરવાના આક્ષેપો કર્યા છે.. આક્ષેપોમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ દ્વારા તેમના ગામની ગૌચરની જમીન પર દબાણ આચરવામાં આવ્યું છે.. અને આચરવામાં આવેલા દબાણના રેકર્ડ જે ગ્રામ પંચાયતમાં હતા તેને પણ સગેવગે કરી દેવામાં આવ્યા હોવાના ગ્રામજનો અને પંચાયતના સભ્યોના પરિવાજનો આક્ષેપ કર્યા છે.. કથિત ગેરરીતિ અંગે સ્થાનિકોએ ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીથી માંડી જિલ્લા વિકાસ અધિકારી સુધી મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે.. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ પેછડાલ સરપંચ પર પંચાયત અધિનિયમ ૧૯-૧નો ભંગ કરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.. ઉપરાંત સ્થાનિક આગેવાનો સરપંચ દ્વારા આચરવામાં આવેલા કથિત દબાણોને દૂર કરવાની માંગ કરી છે.. સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે આજે પેછડાલ ગામમાં ડીસા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તપાસ માટે પહોંચી ગયા હતા.. અને સરપંચ વિરુધ્ધ થયેલા આક્ષેપોની તપાસ હાથ ધરી છે.

 

          સમગ્ર મામલે અમે સરપંચનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારે પેછડાલ ગામના સરપંચ શિવાભાઈ ચૌધરીએ પોતાના પર લગાવવામાં આક્ષેપોને બેબુનિયાદ ઠેરવ્યા હતા અને અંગે ન્યાયિક તપાસમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી.. ઉપરાંત શિવાભાઈએ જણાવ્યુ હતું કે જે લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે ડેપ્યુટી સરપંચની ચૂંટણીની અદાવતને લઈ આક્ષેપો કરી રહ્યા છે..

Download Our B K News Today App



Related News