મેપડા બાદરપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ખોટા રાજીનામાંના મામલે વડગામ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 11:30:23
  • Views : 420
  • Modified Date : 2019-08-06 11:30:23

વડગામ તાલુકાના મેપડા બાદરપુરા ગ્રુપ  ગ્રામપંચાયતના સરપંચના લેટરપેડનો દુરૂપયોગ કરીને સરપંચનું રાજીનામું લખીને તાલુકા પંચાયતમાં
આપનાર સખ્ય સામે કાર્યવાહી કરવા વડગામ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા વડગામ મામલતદાર આર. સી. ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
 સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે મેપડા બાદરપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ ભીખાભાઇ
પ્રજાપતિના લેટરનો કોઇક શખ્સ દ્વારા દુરૂપયોગ કરીને સરપંચનું રાજીનામું લખીને તાલુકા પંચાયતના ડીસ્પેસ શાખામાં આપી દેવાતાં તાલુકાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ લેટરપેડનો
દુરૂપયોગ કરીને સરપંચનું ખોટું રાજીનામું લખીને આપનાર શખ્સને ઝડપી લઇને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભગવાનસિંહ સોલંકી, વરણાવાડા સરપંચ મહેન્દ્રપુરી ગૌસ્વામી, મેપડા સરપંચ રાકેશ પ્રજાપતિ, અંધારિયા સરપંચ સહિતનાઓએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ શખ્સ સામે પોલિસ ફરિયાદ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News