‘તમે પુત્રને જન્મ આપ્યો છે' આટલું સાંભળી કોરોના સંક્રમિત માતાએ આંખો મીંચી દીધી!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 15:49:45
  • Views : 505
  • Modified Date : 2021-04-24 15:52:11

    બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયાં હતાં. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો કોરોના પોઝિટિવ આવતાં ધારપુર સિવિલ ખસેડાઈ હતી, જ્યાં બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા. આમ, જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ગુરુવારે મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો.


    પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તારીખ 23મી એપ્રિલના રોજ બનાસકાંઠાના ધનિયાવાડા ગામના કોરોનાગ્રસ્ત પ્રસુતા મહિલા સરોજબેન પૂરા મહિના સાથે એડમિટ થયા હતા. જેમની તબિયત નાજુક જણાતાં ગાયનેક તબીબ દ્વારા તેઓનું ઓપરેશન કરવાની ફરજ પડી હતી. મહિલાએ સિઝેરિયન દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ ભાનમાં આવેલા કોરોના સંક્રમિત પ્રસુતિ મહિલાને દ્વારા પુત્રને જન્મ આપ્યો હોવાનું જણાવતા મોઢા ઉપર ખુશી સાથે તેઓએ અંતિમ શ્વાસ પ્રસવ બેડ ઉપર જ લેતા સમગ્ર સ્ટાફ સહિત મહિલાના પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી. સિઝેરિન દ્વારા જન્મેલા બાળકની હાલ તબિયત સારી હોય બેબી કેરમાં રાખી તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી હોવાનું પીડીયાટ્રીક ડોક્ટર કિરણ ગામીએ જણાવ્યું હતું.

    બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. ડો.હિરેન અને ડો.તેજશ દ્વારા સિઝેરિયન કરાયું હતું. બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે. - પ્રો. ડો. માધુરી અલવાની, ઓબીજીવાય વિભાગ, મેડિકલ કોલેજ ધારપુર

    દાંતીવાડાના ધનિયાવાડા ગામે રહેતી સરોજ કુંવર નામની યુવતીના લગ્ન બે વર્ષ પહેલા રાજસ્થાનના હડમતીયા ગામે રહેતા ક્રિપાલસિંહ દેવડા સાથે થયા હતા. લગ્ન બાદ આ પરિવાર ખુશહાલ જિંદગી પસાર કરી રહ્યા હતા તેવામાં સગર્ભા સરોજબેનને કોરોનાની અસર થઈ હતી. કોરોના સંક્રમિત થતાંજ સરોજબેનને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ, પાટણની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં બાળકના જન્મ સાથે જ સરોજકુંવરનું નિધન થયું હતું. સરોજકુંવરના મોતથી પરિવાર અને ગામમાં શોખનો માહોલ છે.


Download Our B K News Today App



Related News