પાલનપુર નગર પાલિકાએ શરણાર્થીઓને હાંકી કાઢ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-19 11:42:08
  • Views : 1464
  • Modified Date : 2019-12-19 11:42:08

પાલનપુર શહેરને ટ્રાફિક મુક્ત રાખવાના અભિયાન સાથે વહીવટી તંત્રએ દબાણ હટાવવાની શરૂઆત કરી છે. એરોમાં સર્કલને ચારેતરફથી ખુલ્લું કરી અને ટ્રાફિક મુક્ત થાય તેવી તેની શરૂઆતને લઈને  નડતરરૂપ તિબેટીયન માર્કેટને પણ બંધ કરવાની સૂચના અપાઈ હતી. જ્યાં
પાલિકાના અધિકારીઓ દ્વારા તિબેટીયન માર્કેટને બંધ કરાઇ હતી.
એક માસથી પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા જટીલ બની હતી. બે બે ત્રણ કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગતી હતી. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતા હતા. જેને લઈને વહીવટી તંત્રએ આ ટ્રાફિક સર્કલને ખુલ્લું કરવા અને ટ્રાફિક નિયંત્રણ કરવા માટે અનેક
પગલાં ભર્યા છે. જેમાં એરોમા સર્કલ ફરતે પાંચ કિલોમીટર સુધીના હટાવવાની શરૂઆત કરી હતી. જોકે તિબેટીયન માર્કેટ રોડ પર હોવાથી ત્યાં મસમોટું ટ્રાફિક થતું હતું જેને લઇને ટ્રાફિકમાં અવરોધ રૂપ પર તિબેટીયન માર્કેટને પણ આજે બંધ કરાયું હતું. શહેરના નાગરિકો વહીવટીતંત્રના પગલાને આવકારી રહ્યા છે. જે પ્રકારે ટ્રાફિકમાં મુશ્કેલીઓ પડતી હતી અને તંત્રએ દબાણ હટાવીને ટ્રાફિક ખુલ્લો કરવાની શરૂઆત કરી છે જેને લઇને શહેરના નાગરિકોએ પણ ટ્રાફિક સમસ્યામાંથી મહદંશે મુક્ત થતા હાશકારો અનુભવ્યો હતો અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારે તિબેટીયન લોકોને પાલનપુરમાં વ્યવસાય કરવાની છૂટ તો આપી હતી. પરંતુ યોગ્ય જગ્યાએ આ માર્કેટ હોવું જોઈતું હતું. જોકે, આ માર્કેટને એરોમા સર્કલ પાસે જ રોડ પર નગરપાલિકાએ મંજૂરી આપી દેતાં ટ્રાફિક માટે અવરોધ રૂપ બન્યું હતું. અને જેને લઇને આ તિબેટિયન માર્કેટ ને બંધ કરવાની કલેક્ટરની સૂચનાને પગલે પાલિકાએ આજે બંધ કરાવી હતી જેને લઈને ટ્રાફિક હળવો થતાં લોકોએ પણ રાહત અનુભવી હતી.

Download Our B K News Today App



Related News