સરખેજમાં ગટરમાં ગુંગળામણથી બે મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:12:30
  • Views : 358
  • Modified Date : 2019-10-20 18:12:30

સરખેજ અલમુકિમ સોસાયટી પાસે ગટરમાં સફાઈ કરતા 3 મજૂરો ગુગળામણથી બેભાન થયા હતા. જેમાંથી બે મજૂરનું એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટના બાદ કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો હતો. જોકે ક્યા કારણોસર આ ગટર સફાઈ કરવામાં આવી રહી હતી તે કોન્ટ્રાક્ટર પાસેથી જાણ થશે. અગાઉ પણ આવા કેટલાક બનાવો બન્યા છે જેમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યાં છે. ઘટના અંગે ફાયર અને પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે એક મજૂરની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.પાઈપલાઈનના મેજરમેન્ટ વખતે ઘટના બની.ડ્રેનેજના સફાઈનું કામ નહીં,પાઈપલાઈના મેજરમેન્ટની કામગીરી ચાલી રહી હતી. મેજરમેન્ટ માટે 3 મજૂરને ગટરમાં ઉતાર્યા હતા. મેજરમેન્ટ લેતી વખતે તે ગટરમાં ઉંધા માથે પટકાયા હતા. ત્યારે ફાયર વિભાગે તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા- રાજેશ ભટ્ટ, એડી ચીફ ફાયર ઓફિસર

Download Our B K News Today App



Related News