કોરોના વાયરસની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોર ભાન ભૂલ્યા વડગામના ગીડાસણ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 11:27:01
  • Views : 382
  • Modified Date : 2021-04-10 11:27:01

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં એક તરફ કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ નેતાઓ સભાઓ ભીડ એકઠી કરી તાયફાઓ કરી રહ્યા છે. વડગામ તાલુકાના ગીડાસણ ગામે પણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઇ હતી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા ઉડતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.
 વડગામના ગીડાસણ ગામે  પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના ગીડાસણ ગામે શુક્રવારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં યોજાયેલ સભામાં ૫૦૦ થી
પણ વધુ લોકોની ભીડ એકત્ર થઈ હતી. જેમાં મોટાભાગના લોકો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નજરે પડ્યા હતા. એક તરફ સરકાર કોરોના મહામારી સામે જંગ લડી રહી છે ત્યારે બીજી તરફ નેતાઓ સભાઓ કરી તાયફાઓ કરી રહ્યા છે. રોડ પર માસ્ક વગર નીકળતા એકલદોકલ વ્યક્તિને ઉભા રાખી તંત્ર દ્વારા એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે ત્યારે બીજી તરફ નેતાઓ મોટી મોટી સભાઓ કરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News