મનપા, પાટનગર યોજનાનો ભારે કબાડો તંત્ર અને વેપારીઓનું ગઠબંધન થતા સરકારને કરોડોનો ચૂનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:13:03
  • Views : 325
  • Modified Date : 2020-12-02 11:13:03

સરકારે ખર્ચેલા કરોડો રૂપિયામાં જે
વેપારીઓને રોજગારી મળે તે હેતુ અને ઉદ્દેશ્યથી દૂકાનો બનાવવામાં આવી છે તો
પણ વેપારીઓ તગડી કમાઈ કરવા છતાં ભાડું ભરવા તૈયાર નથી. મોટાભાગના વેપારીઓ સ્ટેમ્પ ઉપર લખાણ કરીને વેચી દીધાના કિસ્સા પણ અનેક છે તો પણ સ્થિતિ ગંભીર હોવા છતાં તંત્ર લેણિયા સામે કોઈ કાર્યવાહી દંડાત્મક ન કરતાં વેપારીઓ સરકારને ચુનો ચોપડીને ઠેંગો બતાવી રહ્યાં છે. ભાડાની આવક ખિસ્સામાં લઈને ફરવાની અને સરકારના લેણાનું એક ફદીયું પણ ન
આપવાનું ધરાવતા આવા તત્વો સામે તંત્રએ કડક ફરમાન કરવાની જરૂર છે તંત્રની ઘોર
બેદરકારી સામે આવી છે. અને તેમાં બેમત નથી વેપારીઓ, તંત્રનું સેટીંગ ડોટ કોમ છે અને આના કારણે ૫ કરોડથી વધારે ઉઘરાણી પૂર્ણ ન થતાં તંત્રના જવાબદાર અધિકારી, કર્મચારી સામે તપાસના આદેશ કરવા જાેઈએ તે વેપારીઓ ન ભરે તો દુકાનો સીલ માર્યા બાદ બાકી રકમ તંત્રના જવાબદાર અધિકારી કર્મચારી પાસેથી વસૂલ કરવી જાેઈએ.
સરકારના કરોડોના લેણાં હોવા છતાં હવે વેપારીઓ દ્વારા લોકડાઉનનું બહાનું ધરી રહ્યાં છે. લૂંટો ભાઈ લૂંટો, દલા તરવાડીની વાડી હોય તેમ બેચાર રીંગણા લઉં તેમ અહીંયા રાતો રાત દુકાનોના શટર ચણાઈ જાય છે. ત્યારે ચીફ ટાઈપ દૂકાનો બાદ હોટલો,  રેસ્ટોરન્ટોથી લઈને ખાણી પીણી બજાર એવું ફૂડકોર્ટ પણ ઊભું ઘ-૫ પાસે કર્યું છે. ત્યારે સરકારે તમામ દૂકાનો ભાડા  પટ્ટેથી આપેલી છે. ચીપ ટાઈપની દૂકાનો ગતરોજ ૩૫ વર્ષ જુની છે જેમાં મીનાબજાર, સે.૨૮, ૨૪, ૧૧ કોર્ટ પાસેના જુના એમએસ બિલ્ડિંગ પાછળ, સે.૧૭, ૨૨, ૨૧, ૮, ૭, ૬, ૩૦ થી લઈને આવી ૫૦૦ થી વધારે માઈક્રો શોપીંગ દૂકાનો બનાવવામાં આવી છે. માત્ર નજીવા ભાડા હોવા છતાં તંત્ર અને વેપારીઓનું મોટું ગઠબંધન હોવાનું પ્રાપ્ત થયું છે. ઘ-૫ ખાણીપીણી બજારમાં  વેપારીઓ દ્વારા ન ભરાતા કરોડો  રૂપિયાની જમીનમાં સરકારે આખી ફૂડકોર્ટ ઉભી કરી દીધી છે. ૮ થી ૯ હજારથી લઈને ૩૫ હજાર ભાડાની બોલી બોલીને વેપારીઓએ મેળવી છે. અને ઘણાં મોટા ભાગના લોકોએ સારા એવા ભાડા તગડા મળતાં ભાડે આપી દીધેલી છે. જેમાં ભાડું ખાવાનું પણ સરકારનું તરગાળું નહીં ભરવાનુંની નેમ સાથે હાલ ૫ કરોડથી વધારે લેણાં

વેપારીઓના નીકળે છે. જ્યારે  સરકાર આ ઉઘરાણા કરે તો તિજાેરી સરકારની છલોછલ ભરાઈ જાય તેમ છે. પણ ખાટલે મોટી ખોડ હોય તેમ તંત્ર અને
વેપારીઓના મેળા પીપણાના કારણે
૫ કરોડ જેટલી માતબર રકમની ઉઘરાણી વધી ગઈ છે. આ ઉઘરાણી ૫ કરોડની આવશે ખરી? ઘ-૫ ખાણીપીણી બજાર ખાતે ધમધમતા ધંધાઓમાં તંત્રનું મહા ગઠબંધનના કારણે આ ભાડા વર્ષોના વધી ગયા છે. જેમાં મીના બજારમાં પણ સરકારની જમીનો અને સરકારની હસ્તક દૂકાનોમાં વેપારીઓએ કબ્જાે
ગેરકાયદેસર જમાવી દીધો છે. ઘણાં લોકોએ સરકારની જગ્યા અને દુકાનો
પોતાના બાપની હોય તેમ ભાડે આપી દીધી છે. અને સરકારની જમીનો પચાવી
પાડનારા ભૂમાફિયાઓ પછી
વેપારી માફિયાઓ મેદાનમાં ઉતર્યા છે. મીનાબજારમાં ૧૮ જેટલી દુકાનો, સરકાર હસ્તક હોઈને પચાવી પાડવામાં આવી છે  ઘ-૫ ખાણીપીણી બજાર ખાતે વર્ષોના વેપારીઓના ભાડા બાકી હોવા છતાં તંત્ર ઉઘરાણી કરવામાં લાપરવાહ રહેતા ૫ કરોડ જેટલી ઉઘરાણી સરકારને લેવાની નીકળવા છતાં તંત્ર હાલક ડોલક થતું નથી. તંત્ર હાલક ડોલક નહીં થવાનું કારણ વેપારીઓ અને તંત્રનું મોટું હપ્તાખોરીનું સેટીંગ ડોટ કોમ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે માઈક્રો શોપિંગ જે વેપારીઓને આપવામાં આવી છે. તેમાં જે હુકમ છે તે હુકમમાં શટર
પણના નાંખી શકો અને ભાડે પણ ન
આપી શકો. આ દુકાનો મોટાભાગની તોડફોડ સાથે ભોંયરા અને અંડરગ્રાઉન્ડ દુકાનો બનાવી દેવામાં આવી છે ત્યારે તંત્રની મીલીભગત છે તેમાં બેમત નથી.

Download Our B K News Today App



Related News