ડીસામાં ઓવરબ્રિજ બનાવતા નીકળતો કાટમાળ સરકારી જગ્યામાં ઠાલવી ખસેડી લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:08:13
  • Views : 747
  • Modified Date : 2020-07-24 11:08:13

ડીસા શહેરની વચ્ચેથી
પસાર થતાં હાઇવે ઉપર ટ્રાફિક ને લઈને ઓવરબ્રિજ મંજુર થતા તેની કામગીરી હાલમાં ચાલી રહી છે. પરંતુ જે કન્સ્ટ્રક્શન કંપની આ કામગીરી કરી રહી છે. તેને રોડ ઉપરનો  મલબો સરકારી મેદાન એવા હવાઈ પીલર પાસે ઠાલવી દીધો છે.  જેના કારણે સરકારને લાખો રૂપિયાની મેદાનની મળતી આવક બંધ થઈ ગઈ છે.એક અરજદારએ આ અંગેની અરજી કરતા મલબો ઉઠાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કંપની પાસેથી ભાડાની વસુલાત કયારે કરાશે? જેને લઇને પ્રશ્નો ઉઠ્‌યા છે.
ડીસાના નવા માર્કેટ યાર્ડથી વિશ્વકર્મા મંદિર સુધી ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. અંદાજે પોણા ચાર કિલોમીટર ના આ ઓવરબ્રિજ નું કામ અંદાજે રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે થઈ રહ્યું છે. જેની કામગીરી રચના કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યું છે. આ બ્રિજનું કામ છેલ્લા ૨૦ મહિના કરતાં પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. ત્યારે હાઈવે ઉપરથી કાઢવામાં આવેલો કાટમાળ (મલબો) હવાઇ પિલ્લરના મેદાનમાં નાખીને મોટાભાગની જમીન બિનઉપયોગી બનાવી દેવામાં આવી છે. જેથી સરકારને હવાઈ પિલ્લરના મેદાન ની ભાડાની આવક મળતી  પણ બંધ થઈ ગઈ હતી. પરિણામે સરકારી તિજોરીને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે એક અરજદાર એ આ અંગેની રજુઆત કરતા આ મામલો સામે આવ્યો છે.  કાટમાળ નાખીને મેદાનને રોકી રાખનારી કંપની પાસેથી હવે લાખો રૂપિયાનું ભાડું વસુલવાનું થાય છે. પરંતુ આ અંગે તંત્ર હજુ સુધી કોઇ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સરકારી તિજોરીને નુકસાન
પહોંચાડનારી આ કન્સ્ટ્રકશન કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News