ધાનેરામાં સરકારી હુકમની ઐસી કી તૈસી કરતા સરકારી ડોક્ટરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-28 11:20:16
  • Views : 628
  • Modified Date : 2019-07-28 11:20:16

ધાનેરા તાલુકામાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને હવામાન ખાતાની આગાહીના કારણે
પોતાના હેડક્વાટર્સ ઉપર રહેવાની તાકીદ કરવામાં આવી હોવા છતાં અનાપુરગઢ તેમજ આલવાડાના ડોક્ટરો હાજર જોવા મળ્યા ન હતા.
ઉત્તર ગુજરાતમાં ૨૭ જુલાઇથી ૨૯ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહીને લઇને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પોતાના હેડક્વાટર્સ ઉપર હાજર રહેવા માટે લેખિતમાં જેતે વિભાગને જાણ કરવામાં આવેલ છે. તેમાં કેટલાંક વિભાગના કર્મચારીઓ પોતાના હેડક્વાટર્સ ખાતે જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના અનાપુરગઢ અને આલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરો પોતાના હેડક્વાટર્સ ઉપર હાજર ન રહેતા હોવાની તો બુમરાડ ઉઠવા પામેલ હતી. પરંતુ આ હાઇ એલર્ટ હોવા છતાં તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લેખિતમાં જાણ કરવા છતાં પણ આવા અધિકારીઓ હાજર ન રહેતા નથી અને સરકારના આવા હાઇએલર્ટના પરીપત્રને પણ આ લોકો ઘોળીને પી જાય છે. તો આવા અધિકારીઓની સામે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યુ છે.

Download Our B K News Today App



Related News