સરકારી હોસ્પિટલમાં પી.આઈ.યુ. ની પોલ ખુલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:20:11
  • Views : 486
  • Modified Date : 2019-04-17 06:20:11

ધાનેરા સરકારી
હોસ્પિટલમાં પૂર આવ્યા પછી જુના અને નવા બિલ્ડિંગનાને સાંધા છે તે સાંધાઓમાં ફાટ આવવા પામી હતી. ગત ચોમાસામાં હોસ્પિટલમાં પાણી ભરાતા પી.આઈ.યુ. વિભાગે આ હોસ્પિટલમાં રીપેરિંગ કામ કરવું હતું અને પાણી બંધ થયું હતું. પરંતુ ગત ચોમાસામાં વરસાદ વધારેના હોવાથી
પી.આઈ.યુ.ની પોલ ખુલી નહોતી પરંતુ આ અચાનક ઉનાળાના વરસાદમાં બહાર કરતા પણ વધારે પાણી ધાબા પારથી અંદર આવતા દર્દીઓ અને સ્ટાફને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. જ્યારે
પૂર આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધાનેરાની સરકારી હોસ્પિટલને અધતન સુવિધાવાળી નવીન બિલ્ડિંગ બનાવવાના સ્વપ્ન દેખાડીને ગયા હતા તે ધાનેરાના લોકો માટે એ સ્વપ્ન જ રહ્યા છે અને લોકોને અપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા નજીવા વરસાદમાં પણ જાણે બારે મેઘા ખાંઘા હોય તેવો માહોલ જોવા મળતો હોય છે.

Download Our B K News Today App



Related News