કોરોનાએ શહેરમાં ૧૬ લોકોનો ભોગ લીધો ઃ સરકારી ચોપડે શૂન્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 11:56:50
  • Views : 373
  • Modified Date : 2021-04-09 11:56:50

કોરોનાથી દર્દીઓના
ટપોટપ મોત થઇ રહ્યા છે. સુરત, અમદાવાદ સહિત મહાનગરોના સ્મશાનમાં ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવા લાઇનો લાગે છે. ત્યારે ગાંધીનગરમાં પણ વેઇટીંગ જાેવા મળી રહ્યું છે. સરકારી ચોપડે શહેરમાં  ગુરૂવારે એક પણ મોત નોંધાયું નથી. પરંતુ સ્મશાનના આંકડા કોરોનાની ચાડી ખાઇ રહ્યા છે.  રાજ્યના તમામ મહાનગરોમાં કોરોનાથી અનેક લોકોના મોત થઇ રહ્યા છે. લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકાર મોતના આંકડા
છુપાવવામાં માહિર બની ગઇ છે. પરંતુ હકીકત એ છે કે, મૃત્યુ બાદ સગાને અગ્નિ સંસ્કાર કરવા માટે
પણ લાઇનમાં બેસવું પડી રહ્યું છે. ગાંધીનગર શહેરમાં ગુરૂવારે ૪૩ કેસ સામે આવ્યા છે. જ્યારે ૨૮ ડીસ્ચાર્જ કરાયા છે. પરંતુ શહેરમાં કેટલા મોત થયા તે આંકડો આપવામાં આવ્યો નથી. પરંતુ શહેરના મુક્તિધામમાં છેલ્લા ૨૪ કલાકમા ૧૬ મોત થયા છે. જેમાં સગાઓને વેઇટીંગમાં બેસવાની ફરજ પડી હતી.

Download Our B K News Today App



Related News