ગાંધીનગર મુક્તિધામની આ તસવીરને સરકારી આંકડા સાથે સરખાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 11:49:58
  • Views : 333
  • Modified Date : 2021-04-17 11:49:58

ગાંધીનગર ઃ ગાંધીનગરમાં મુક્તિધામ ખાતે રોજના ૫૦ જેટલા મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. ત્યારે સરકારના ચોપડે માત્ર ૨-૫ મોત જ બાતવવામાં આવે છે. કોરોનાની વરવી વાસ્તવિક્તા જાણવી હોય તો ગાંધીનગરના મુક્તિધામ ખાતે આંટો મારી આવો તો
પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે. ખરેખર સરકારે પણ મુક્તિધામ ખાતે પરિસ્થિતિને જાણવા જવું જાેઈએ. એસી ચેમ્બરમાં બેઠા બેઠા ગુજરાતની પરિસ્થિતિ જાણી નહિં શકાય. પ્રસ્તુત ફોટાની અંદર સાત જેટલી લાસો વેઇટિંગ લિસ્ટમાં પડી છે. જ્યારે આ મૃતદેહોના પરિવારો આશા રાખીને બેઠા છે કે ક્યારે કોઈનો સગડો ખાલી થાય તો અમારો નંબર લાગે . આ વરવી વાસ્તવિકતાને નકારી શકાય તેમ નથી જેથી નાગરિકોને બી.કે.ન્યૂઝ અપીલ કરે છે કે જરૂર વગર ઘરની બહાર ના નીકળો અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરો.

Download Our B K News Today App



Related News