સરકારી અધિકારીના પગે પડેલા ખેડુતનો વીડિયો વાઇરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-02 12:31:00
  • Views : 668
  • Modified Date : 2019-09-02 12:31:00

તેલંગાણાનો એક ગરીબ ખેડુત પોતાની જ જમીન પાછી મેળવવા એક સરકારી અધિકારીને પગે પડીને કરગરી રહ્યો છે અને સરકારી અધિકારી કંઇ બન્યું જ ન હોય એમ એને પગેથી હડસેલીને આગળ ચાલતો રહે છે એવી એક વિડિયો ક્લીપે ખળભળાટ મચાવી દીધો હતો. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાની આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. ખેડુત કહી રહ્યો છે કે આ મારી એકમાત્ર આજીવિકા છે, તમે જમીન છીનવી ન લો. પરંતુ પેલા સરકારી અધિકારી પર એની વીનવણીની કોઇ અસર થતી નથી. એ તો પોતાની સત્તાના મદમાં ખેડુતને પગેથી હડસેલીને આગળ ચાલતો રહે છે. સંબંધિત ખેડુતને સત્તૈયા તરીકે ઓળખાવાયો છે. એની પાસે જમીન એની હોવાના કાયદેસરના દસ્તાવેજ ગણાતી પટ્ટાધર પાસબુક છે. છતાં બે એકરથી થોડીક વધુ એની જમીન સરકારી અધિકારી કબજે કરી લેવા માગતો હતો. સત્તૈયાના પરિવારે એેવો આક્ષેપ કર્યો હતો કે આ સરકારી અધિકારી એમને કોઇ કારણ વિના સતત હેરાન કરી રહ્યો હતો.

Download Our B K News Today App



Related News