જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વિકાસ કામો માટે વાવ ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 11:16:20
  • Views : 446
  • Modified Date : 2019-07-14 11:16:20

બનાસકાંઠા જિલ્લાની
આંતરરાષ્ટ્રીય સરહદે આવેલું જિલ્લાનું મોખરાનું બીજા નંબરનું યાત્રાધામ વર્ષોથી વિકાસથી વંચિત રહી ગયું છે. તો વળી વિકાસ નહિ કરવા માટે સ્થાનિક રાજકારણ નબળું હોવાથી ગામમાં આજદિન સુધી સ્ટ્રીટલાઈટ,ગટર વ્યવસ્થા, નવીન જાહેર રસ્તાઓ હોય, જાહેર શૌચાલય કે સ્નાનઘરની વ્યવસ્થા નથી. જેથી દર પૂનમે આવતાં લાખ્ખો યાત્રાળુઓ અને ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠવી
પડે છે. જેથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે યાત્રાધામ તરીકે વિકાસ થાય તેવી લેખિત રજૂઆત કરી છે.
 સુપ્રસિદ્ધ યાત્રાધામમાં દર પૂનમે મોટો લોકમેળો ભરાય છે. લાખ્ખો યાત્રાળુઓ શ્રી ધરણીધરજી ભગવાનના દર્શનાર્થે આવતાં હોય છે, ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વર્ષ ૨૦૧૭માં રૂ.૫ કરોડની ગ્રાંટ ફાળવી હતી . જેમાં ઐતિહાસિક માંદેળા માનસરોવર તળાવનાં ઘાટનું નવીનીકરણ, મંદિરના આગળ સુશોભન કરવું, યાત્રાધામમાં આવતી પ્રાઈવેટ ગાડીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા મંદિર બસસ્ટેન્ડ સુધી નવીન આર.સી.સી રોડ,અને ૨.૫ કરોડના ખર્ચે વીઆઈપી બગીચો જે યાત્રાળુઓને હરવા ફરવા માટે બનાવવામાં આવનાર હતો. પરંતુ નબળી નેતાગીરીને કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામની વિકાસ માટેની રૂ.૪.૨૦ કરોડની ગ્રાંટ વપરાયા વગર
પરત જતાં યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે અને ભાજપની સરકાર સામે વિકાસને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સત્વરે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર,ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઢીમાનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News