સિધ્ધપુર ગોકુલ મીલ પાસે સર્જાયો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 11:05:10
  • Views : 540
  • Modified Date : 2019-11-18 11:05:10

સિધ્ધપુર પાલનપુર હાઈવે પર આવેલ ગોકુલ મીલ પાસે એક્ટિવા ચાલકને પાલનપુર સાઇડથી આવી રહેલ ટ્રકચાલકે  ટક્કર મારતા બન્ને યુવાનો રોડની સાઈડ પટકાયા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. જ્યારે ટ્રક ચાલક એક્ટિવાને ટક્કર મારી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો અને રાહદારીઓ દ્વારા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ ઘટનાસ્થળે આવતા ઇજાગ્રસ્ત યુવાનોને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને યુવાનોની હાલત ગંભીર હોવાથી તેઓને મહેસાણા ખાતે લઈ જવાયા હતા અને બન્ને યુવાનો અમદાવાદ દરિયાપુર ખાતેના હોવાનું જાણવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News