રાજસ્થાન સરકારે સાત દિવસ માટે આંતરરાજ્ય સરહદો સીલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 15:58:30
  • Views : 529
  • Modified Date : 2020-06-11 15:58:30

રાજસ્થાન સરકારે સાત દિવસ માટે આંતરરાજ્ય સરહદો સીલ કરી

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી રાજસ્થાન સરહદને અડીને આવેલું છે બીજી તરફ અનલાક ૧ના ફેઝ ૧ના મા રાજ્ય સરકાર દ્વારા લોકોને છૂટ છાટ આપવામાં આવી છે આ કારણે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે આ બાબતને લઈને માઉન્ટ આબુ હોટલ એસોસિએશન દ્વારા ૨૧ જૂન સુધી તમામ હોટલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સાથે રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા સાત દિવસ માટે રાજસ્થાનને અડીને આવેલી તમામ આંતરરાજ્ય બોર્ડર સીલ કરતા નિર્ણય લીધો છેઆજ થી અંબાજી પાસે આવેલી જાંબુડી બોર્ડર, માવલ બોર્ડર અને છાપરી બોર્ડર પોલીસ દ્વારા સીલ કરવામાં આવી હતી સાથે પોલીસ દ્વારા પાસ વાળા વાહનો અને મોટા માલ વાહક વાહનો સિવાય કોઈ ગાડી પસાર કરવામાં આવી ન હતી


Download Our B K News Today App



Related News