સરહદી સુઇગામ ના નડાબેટ ખાતે માતાજીના પટાગણ મા પરંપરાગત લોકમેળો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 12:07:29
  • Views : 784
  • Modified Date : 2019-04-14 13:24:15

સરહદી સૂઇગામ ના નડાબેટ ખાતે માતાજી ના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો..

આંતરરાષ્ટ્રીય સરહદી સીમાડે આવેલા ભારત પાકિસ્તાન ની સીમા ઉપર સુઈગામના નડાબેટ મા વરૂડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે, માં નડેશ્વરી ના ધામ ખાતે આજે 33 માં પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે તારીખ ૧૩/૪/ ૨૦૧૯ ને શનિવાર ના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો એ ઉપસ્થિત રહી રમઝટ બોલાવી હતી, તારીખ ૧૪/૦૪/૨૦૧૯ ના રોજ રામ નવમી ના દિવસે આજે આ નડેશ્વરી માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો હતો,આ મેળા ના દિવસે સુઇગામ તાલુકા ના તેમજ આજુ બાજુ નાં તાલુકા ના લોકો એ નડેશ્વરી માતાજીના દર્શન કરી મેળાનો લાહ્વો લીધો હતો,આજના આ મેળા નાં પ્રસંગે નડેશ્વરી યુવક મંડળ દ્વારા સતત 15 વર્ષથી આજ ના લોક મેળામાં આવનાર અને માતાજીના દર્શનાર્થે આવનાર તમામ યાત્રીઓને આ મંડળ દ્વારા મફત પાણી પીવા માટે ના કેમ્પ રાખવામાં આવે છે, અત્યારના ધૂમ ધખતા તાપ ની અંદર અને સરહદી વિસ્તાર એવા રણ વિસ્તારમાં પાણીનું ટીપુ જોવા ના મળે ત્યાં આ નડેશ્વરી યુવક મંડળ દ્વારા આવનાર યાત્રીઓને

Download Our B K News Today App



Related News