તાલાલા SPG ગ્રુપ અને ખોડલધામ સમિતિ દ્વારા સરદાર ચોકમાં સરદાર જયંતીની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 14:56:39
  • Views : 327
  • Modified Date : 2020-11-08 14:56:39

          તાલાલા શહેરમાં સરદાર ચોક ખાતે SPG ગ્રુપ અને ખોડલધામ સમિતિ દ્વારા સરદાર પટેલની 145મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. SPG ગ્રુપના સભ્યોએ ખેતી કરતો ખંતથી અને જગત કેરો તાત, આ સરદારના છોરૂ અમે અને ધરતી અમારી માત, આઝાદી આપી ગયો એ કણબીનો વીરના નારા લગાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતી પર જય સરદાર જય સરદારના નારા સાથે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તેમજ પૂર્વ મુખ્યમંત્રી આપણા મોભી સ્વ. કેશુભાઈ પટેલના સ્વર્ગવાસ નિમિતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. SPG ગ્રૂપ અને ખોડલધામ સમિતિ તાલાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીતેન્દ્ર ચોથાણી, વિજયભાઈ હિરપરા, હાર્દિકભાઈ તળાવિયા, ધવલભાઈ કોટડીયા, પ્રવીણભાઈ છોડવડીયા અને તેમના ગ્રૂપના બધા સદસ્યો હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News