સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસામાં " આઝાદીના અમૃત મહોત્સવ" ની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને કુરિવાજ નિવારણ " અંગે કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:22:10
  • Views : 266
  • Modified Date : 2021-10-29 11:22:10

 

" નશાબંધી અને કુરિવાજ નિવારણ" પ્રકલ્પ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કલેકટરશ્રી આનંદ પટેલ સાહેબના  અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી કે. આર. ઓઝા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એમ. મિશ્રા, નશાબંધી અને આબકારી અધિક્ષક વતી ઇન્સ્પેક્ટર શ્રી. એન. . દેવાણી, સીટી મામલદાર શ્રી મકવાણા, ટ્રસ્ટી શ્રી  દિવ્યભાઈ પટેલ નિયામકશ્રી છગનભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય શ્રી પ્રો. તેજસ આઝાદ, નોડલ ઓફિસર ડૉ. તૃપ્તિ પટેલ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રો. દિવ્યા પિલ્લાઈ અને પ્રો. મિત્તલ વેકરીયા તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં " નશાબંધી અને કુરિવાજ નિવારણ પ્રકલ્પ" અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવેલ પ્રથમ ત્રણ સ્પર્ધકોને માનનીય જિલ્લા કલેકટરશ્રી  તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ' નશાબંધી નિવારણ અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ  નશાબંધી અને આબકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. . દેવાણીનું , ડીસા દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એમમિશ્રાનું કલેકટરશ્રી દ્રારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીસા કોલેજમાં ફરજ બજાવતા N S S પ્રોગ્રામ ઓફીસર ડૉ. તૃપ્તિ પટેલ અને કાર્યક્રમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રો. દિવ્યા પિલ્લાઈનું પણ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ અને અધ્યાપકોને   પાર્કોટિક હેલ્થ કેર પ્રા. લિ. કંપની દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત, પરિચય તથા કોલેજમાં ભણાવવામાં આવતા વિષયો અને જુદા જુદા અભ્યાસક્રમો , અભ્યાસિક , સહ અભ્યાસિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ કોલેજમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અંગેની  વિસ્તૃત માહિતી I Q A C કો ઓર્ડીનેટરશ્રી પ્રો. તેજસ આઝાદે આપી હતી. " આઝાદીના અમૃત મહોત્સવ  " અંતર્ગત થનાર વિવિધ પ્રકલ્પોની માહિતી નોડલ ઓફિસર ડૉ. તૃપ્તિ પટેલે આપી હતી.

કેફી  પદાર્થના સેવનથી વ્યક્તિગત અને સામૂહિક આરોગ્ય, સામાજિક અને આર્થિક નકારાત્મક અસરો તથા નશાબંધીના ફાયદાઓ વિશે માનનીય જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ સાહેબે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.પો. .શ્રી દેવાણીએ  નશાબંધી અંગેની પોતાની  સેવા દરમિયાન થયેલા અનુભવો દ્વારા નશાબંધીનું મહત્વ સમજાવ્યું હતું.મનોચિત્સક ડૉ. નેહા જોશીએ કેફી પદાર્થના સેવનથી વ્યક્તિગત, પારિવારિક  અને સામૂહિક આરોગ્ય તેમજ મનોવૈજ્ઞાનિક નકારાત્મક અસરો અને નશામુકિતના ફાયદાઓ વિશે સમજ આપી હતી. ટ્રસ્ટીશ્રી દિવ્યભાઈ પટેલ

તથા કેમ્પસ નિયામકશ્રી છગનભાઈ પટેલે નોડલ ઓફિસરકાર્યક્રમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને  આયોજનમાં સામેલ તમામ અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રા. નવનીત રાણા,, પ્રા. પ્રિતુ વસાવા, પ્રા. શંકરભાઈ વાળંદ , પ્રા. વિશ્વાસ પ્રજપતી, પ્રા. અવિનાશ ચૌધરી, પ્રા. ભાવનાબેન બોસમિયા અને કોલેજના વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતીકાર્યક્રમની શુઆતમાં કું. રેખા પ્રજાપતિએ ખૂબ સરસ પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમની સમાપન.આભારવિધિ પ્રો. દિવ્યા પિલ્લાઈએ કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. ક્રિષ્ના શાંડપા અને ડૉ.મિત્તલ વેકરીયાએ કર્યું હતું.

Download Our B K News Today App



Related News