સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર ગામમાં નવહાતીનો મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:19:04
  • Views : 494
  • Modified Date : 2019-04-04 11:19:04



 મોટી સંખ્યામા આદિવાસી સમાજ હાજર રહ્યો
પહેલીવાર મેળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો  

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને ભારત દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે અંબાજીથી ૭ કિમી દૂર "કોટેશ્વર મહાદેવ" આવેલું પ્રાચીન તીર્થ છે. અહીંથી સરસ્વતી નદી નીકળી આખા દેશમાં જાય છે. અહીં આસપાસ અરાવલીના પહાડો આવેલા  છે.  આ પહાડોમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.  આ કોટેશ્વર ધામમાં આદિવાસી સમાજનો નવહાતીનો મેળો યોજાયો હતો. જેમાંં મોટી સંખ્યામા આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતાં. મેળામાં પોલીસનો  ભારે બંદોબસ્ત
પણ જોવા મળ્યો

નવહાતીનો મેળો શું છે ?
આદિવાસી સમાજના ઘરે કોઈ કુટુંબનું સ્વજન મૃત્યુ પામે  ત્યારે તેના અગ્નિ સંસ્કાર કરી તેના અÂસ્થ લઇ માટીની કુલડીમાં મૂકી ઘર બહાર ખાડો ખોદી મુકવામાં આવે છે. જ્યારે આ નવહાતીનો મેળો આવે તેના એક દિવસ અગાઉ આ ઘરના લોકો ખાડામાંથી કુલડી લઇ રડતા રડતા પોતાના સ્વજનને યાદ કરે છે  અને આખી રાત પોતાના ગુમાવેલા સ્વજનને યાદ  કરી વહેલી સવારે આ લોકો કોટેશ્વર ગૌમુખ કુંડ ઉપર જઈ વિધિ વિધાનથી આ અÂસ્થ પધરાવે છે અને ત્યારબાદ કુટુંબના સભ્યો મોઢું મીઠું કરાવી શોક દૂર  કરાવે છે. ત્યારબાદ આ લોકો  મેળામાં ફરી પોતાના ઘરે જાય છે.
ચૂંટણી અધિકારી દાંતા પ્રાંત અધિકારી દ્વારા મતદાન જાગૃતિ  કાર્યક્રમ યોજાયો
આજે કોટેશ્વર મહામેળામાં પ્રાંત આધિકારીના અધ્યક્ષસ્થાને  કોટેશ્વર મેળામાં આવેલા આદિવાસી સમાજના લોકોને મતદાન  જાગૃતિ લાવવા માટે પ્લે કાર્ડ હાથમાં આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો  હતો અને બેટી બચાવો અને બેટી પઢાવોની માહિતી આપવામાં આવી હતી. દાંતા પ્રાંત અધિકારી કે. એસ. ચાવડા, આશિષ  રાવલ અને બીજા અધિકારી ગણ હાજર રહ્યા  હતા.


Download Our B K News Today App



Related News