આજરોજ ડીસાના મામલતદાર સામે આવેલ મણીબા ગ્રંથાલય ખાતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-10 13:58:37
  • Views : 222
  • Modified Date : 2021-11-10 13:58:37

આજરોજ ડીસાના મામલતદાર સામે આવેલ મણીબા ગ્રંથાલય ખાતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રંથાલયમાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ લોકો લાભ પાંચમના દિવસે અનેક ધંધા-રોજગાર શરૂ કરતા હોય છે નવા વર્ષની શરૂઆત સાથે જ તમામ લોકો ભગવાનની પૂજા-અર્ચના કર્યા બાદ પોતાના વેપારની શરૂઆત કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળીના પર્વ પૂર્ણ થતાની સાથે જ ડીસામાં ફેર લોકો દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કર્યા બાદ પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી જે અંતર્ગત ડીસાની મામલતદાર સામે આવેલ મણીબા ગ્રંથાલય ખાતે પણ આજે નવા વર્ષની શરૂઆત થતા લાભ પાંચમના દિવસે સરસ્વતી સરસ્વતી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીસા શહેરમાં થી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો હાજર રહી સરસ્વતી માતાની પૂજા કરી હતી અને નવા વર્ષમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News